SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ એમણે જ ફૈબંસરચિત રાસમાળાને ગુજરાતી તરજુમે તૈયાર થતાં તેના પ્રવેશક તરીકે સ્વર્ગસ્થનું જીવનચરિત્ર લખ્યું હતું; એક ચરિત્ર ગ્રંથ તરીકે તે મહત્વનું છે. શેઠ હરિવલ્લભદાસ એમના સમવડીઆ અને પરમ મિત્ર હતા. મુંબાઇના વસવાટ દરમિયાન શેઠ હરિવલ્લભદાસ સુધારાની અને સ્ત્રી કેળવણીની હિલચાલમાં સારો રસ લેતા અને એ ઉન્નત સંસ્કારોના પરિણામે એમની જીંદગીમાં અમુક પ્રસંગે બનતાં એમણે રૂા. ૨૦૦૦) સોસાઈટીને વિદ્યાવૃદ્ધિના કાર્ય અર્થે આપ્યા હતા; એટલું જ નહિ પણ એમના વિલમાં એક છેવટની કલમ એવી ઉમેરી હતી કે એમની મિલકતની એમના જણાવ્યા પ્રમાણે, સર્વ વ્યવસ્થા થઈ જાય તે પછી, બાકી રહેતી મિલ્કત સેસાઇટીને જ્ઞાન પ્રચારાર્થે સેંપી દેવામાં આવે. એ રીતે એમની મિલ્કતમાંથી ઉપરેત રૂ. ૨૦૦૦) ઉપરાંત વધુ રૂ. ૧૯૦૦૦ની રકમ સંસાઈટીને મળી હતી. વળી તે મિલકતની વ્યવસ્થા સંબંધે સન. ૧૮૯૨માં હાઈકોર્ટમાં થયેલી સમજુતી પ્રમાણે એમની એક નિકટ સંબંધવાળી બાઈનું હમણાં મૃત્યુ થતાં તેમના નિર્વાહ અર્થે જુદી રાખેલી રકમમાંથી આશરે રૂ. ૫૦૦૦ની સાડાત્રણ ટકાની લોન સોસાઈટીને નજદીકમાં મળનારી છે. આમ જ્ઞાનપ્રચાર અર્થે સોસાઈટીને એમણે એક મહટામાં મોટી રકમ આપેલી છે. એમનાં એ ફંડમાંથી આજપર્યત ૫૩ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે અને તેનું એટલું વ્યાજ ઉત્પન્ન થાય છે કે એ ફંડમાંથી દર વર્ષે એક પુસ્તક ચાલુ બહાર પડતું રહે. ખરે, આ ઉદાર બક્ષીસ માટે સ્વસ્થ શેઠને ગુજરાતી વાચકવર્ગ ઉપકાર માનશે. ' સદરહુ રકમ સેસાઇટીને અપાવવામાં સ્વર્ગસ્થ મનઃસુખરામે સારી મહેનત લીધી હતી અને એઓ તેના પ્રેરક હોઈને સોસાઈટીએ એમની પાસે શેઠ હરિવલ્લભદાસનું ચરિત્ર લખાવ્યું હતું. તે ચરિત્ર લેખ પ્રથમ “બુદ્ધિપ્રકાશમાં વધારા તરીકે છપાયે હેત; અને તેની બીજી આવૃત્તિ સુધારાવધારાવાળી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. વિશેષમાં સોસાઇટીને હેતુ પાર પાડવામાં એમણે સોસાઇટીને દરિયાવ દિલથી જે મોટી રકમ બક્ષીસ આપી હતી તેની યાદગીરી રાખવા સોસાઈટી તરફથી તેમનું હેટું ઔઈલ પેઈન્ટીંગ સોસાઈટીના હૈલમાં મૂકવા સામાન્ય સભાએ ઠરાવ કર્યો હતો. • ગુ. વ. સે.ને વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૪, પૃ. ૨૨.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy