SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬પ એમનું અવસાન પણ એક પ્રભુભકતને ઉચિત એવું એમને પ્રિય સત્યાનંદ અગ્નિહોત્રી કૃત “સંગીત પુષ્પાંજલિ” માંનું નીચેનું પદ, જીવનને પ્રધતું, સાંભળતાં સાંભળતાં થયું હતું ર નામ મનન વેજા હૈ मन करत वृथा अवहेला है ॥१॥ जग दो दिनका यह मेला है। फिर करना कूच अकेला है ॥२॥ क्यौं बिरथा कलेश अनेक सहै। जग तृष्णा पावक मांहि दहै ॥३॥ એ દુઃખદ સમાચારની જાણ થતાં જ સોસાઈટીની મેનેજીંગ કમિટીની સભા બેલાવવામાં આવી હતી, તેમાં એમના અવસાન વિષે નીચે મુજબ નોંધ લેવાઈ હતી; તેમ તા. ૧૭ મી ઓગષ્ટ ૧૮૮૬ ના રોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં પણ એ શકકારક બનાવને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સોસાઈટીના લાઈફ મેમ્બર અને વ્યવસ્થાપક મંડળીના સભાસદ રા. બા. ભોળાનાથ સારાભાઈને પરલોકવાસ થવાની ખબર સાંભળી કમિટી અત્યંત દિલગીર થાય છે. ગુજરાતી ભાષા સુધારવામાં, ગુજરાતી પુસ્તકની વૃદ્ધિ કરવામાં અને સોસાઇટીને હેતુ પાર પાડવામાં તેઓ ખરા અંતઃકરણથી અને હોંસથી પ્રયત્ન કરતા હતા. ગુજરાતી, સંસ્કૃત તથા ફારસી ભાષામાં તેમની કુશળતાને લીધે તેમનાથી સોસાઈટીના કામને ઘણું મદદ મળેલી છે. તેમના પરલોકવાસથી સોસાઈટીને મોટી ખોટ પડી છે.* વળી એમના મિત્રો અને સ્નેહીઓ, જેઓ એમના ગુણો અને સેવાકાયથી પરિચિત હતા એમના તરફથી એમનું યોગ્ય સ્મારક ઉભું કરવા પ્રયત્ન થતાં ભોળાનાથ સ્મારક ફંડમાં રૂ. ૭૨૪૫/ તુરત ભરાઈ ગયા હતા. પછીથી આપણે અહિં સ્ત્રી ઉપયોગી સંસ્થા સ્થાપવા નેશનલ ઈન્ડિયન એસેસિએશનની ફુરણાથી પ્રયાસ થવા માંડ્યો ત્યારે ભેળાનાથ મેનેજીંગ કમિટીનું પ્રસિડિંગ્સ, તા. ૨૬ મી મે ૧૮૮૬. * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૬, ૫, ૨૬૪.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy