SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ દેવલ કર્ષિયે નિષિદ્ધ કરેલા દેશમાં જવાની સેંકડો વર્ષથી રૂહી પડી ગઈ છે. માટે ધર્મ, ન્યાય અને રૂઢી પ્રમાણે ઈગ્લાંડ જનાર પ્રાયશ્ચિત્ત કરે તે પણ જાતિભષ્ટ થતું નથી. લોકોનું કેવું અજ્ઞાન તથા અવિચારપણું છે. સ્મૃતિનિષિદ્ધ બીજા દેશમાં જનાર દૂષિત ન થાય અને માત્ર ઈંગ્લાંડને ભાથે જ બધું પાપ ઢોલી પાડ્યું છે. જે અંગ્લાંડ જનાર જાતિભ્રષ્ટ થાય તે સિંધ આદિ નિષિદ્ધ દેશમાં જનાર પણ જરૂર જાતિભ્રષ્ટ થાય અને તે પુનઃસંસ્કાર કીધા વીના ન્યાતમાં આવી શકે નહીં. પણ ઘણું દીલગીરીની વાત છે કે આ વિવેક નાગરોમાં નીતિમાન મનુષ્યો પણ ભૂલી ગયા છે.” એક બીજા સ્થળમાંથી ઉતારે લઈ – “હે નાગર મિત્રો, કુસંપથી કલેશ વધે છે, કલેશ વધવાથી બુદ્ધિબ્રશ થાય છે. બુદ્ધિભ્રંશ થવાથી મેહે વિનાશ થાય છે. “હે નાગર મિત્રો, તમે પોતાની હાનિ પિતાને હાથે શા વાસ્તે કરે છે? જેઓની સાથે કાંઈ સ્નેહ સગપણ નથી, જેઓની સાથે કન્યા વ્યવ• હાર નથી, જે તમારા શુભેચ્છુ તથા સુખદુ:ખના ભાગી નથી, તેઓની સાથે સંબંધ રાખી રહ્યા છે અને સગાં સંબંધીને ત્યાગ કરે છે. હે નાગર મિત્રો, હજુ વિચાર કરવાનો સમય છે. ગયેલે સમય કદી હાથ આવવાને નથી. હે પ્રિય મિત્રો, ભાઈઓ, તથા સ્નેહીયો ઈશ્વર ન કરે ને જે આ કલેશરૂપી વૃક્ષનું મૂલ મોટું થયું તે તેની ડાલીઓ વંશપરંપરા વૃદ્ધી પામી પરિણામે સ્નેહપાશ છૂટી જશે. માટે એ નાશકારક પરિણામને અટકાવ કરવાને સુજ્ઞ તથા વિવેકી જનોએ ઘણે ઉતાવલેથી વિચાર કરે ઘટે છે.” સરકારી બુક કમિટીના એક સભાસદ તરીકે અને સોસાઈટીની કારોબારી કમિટીના એક સભાસદ તરીકે ચાલુ સાહિત્ય પ્રકાશને અવલકવાનું એમને પ્રાપ્ત થતું, અને તે પુરતો પર તેઓ સ્વતંત્રપણે અને નિડરતાથી પિતાના વિચારે દર્શાવતા હતા. પરંતુ એમના જીવનનું મહત્વ અને ઉજ્જવળ કાર્ય તે પ્રાર્થના સભાજની સ્થાપનાનું છે. કિશોરાવસ્થામાં તેઓ માતા અને મહાદેવના ચુસ્ત -અને શ્રદ્ધાળુ ભક્ત હતા પણ પાછળથી એમના વિચારમાં અને આચા • જુઓ ભેળાનાથ સારાભાઇ જીવન ચરિત મૃ. ૧૯૬.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy