SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ એ મતલબનું ખેલીને પંડિત મૂળરાજ શર્માં બેઠા પછી રા. રા. ભોગીલાલ નાનાલાલ વકીલે સ્ત્રી કેળવણીની અગત્ય વિષે કેટલુંક વિવેચન કીધું, ત્યારપછી કવિ દલપતરામ ડાહ્યાભાઇએ ઊડીને, હાલની સ્ત્રી કેળવણીને આર્ભથી ઇતિહાસ કહી સંભળાવ્યેા અને તેમાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં, અને ખરૂં કહીએ તે! આખા ગુજરાતમાં, પહેલી કન્યાશાળાની સ્થાપના સન ૧૯૪૮ માં ગુજરાત વર્નાક્યુલર સાસાઇટીએ કરી. આર્ભમાં એ કન્યાશાળાને ખર્ચ સખાવતે બહાદુર હરકુંવર શેઠાણીએ આપવ માંડયા. પણ પાછળથી એ કન્યાશાળાના નિભાવ માટે એક કાયમ ક્રૂડ સ્થાપન કરી, તેના સઘળા કારભાર સોસાઇટીના હાથમાંથી લઈ તેને સારૂ નીમેલી એક ખાસ વ્યવસ્થાપક મંડળીને સોંપ્યા. એ કન્યાશાળા પછી રા. બ. શેષ મગનભાઇએ બીજી કન્યાશાળા સ્થાપી. હાલ ખીજી કન્યાશાળા મિશન તરફથી પણ ઊધડેલી છે. આગળ ખેલતાં એ બાબત સબંધી બીજી હકીકતે એમણે જણાવી, અને સ્ત્રી કેળવણીની અગત્ય વિષે વિવેચન કર્યું. ઉપરની મતલબનું મેલીને કવિ દલપતરામ ખેઠા પછી પ્રેોફેસર આબાજી વિષ્ણુ કાથવટે ઊડીને મેલ્યા; અને તે દરમિયાન તેમણે પ્રાચીન સમય સાથે હાલના સ્ત્રી વંની વિદ્યાસંપત્તિ સંબંધી સ્થિતિ સરખાવી, તેમની તે બાબતમાં થયેલી અધેાગતિ વિષે વિવેચન કર્યું, તથા દેશની ઉન્નતિ માટે સ્ત્રીશિક્ષણની આવશ્યક્તા દર્શાવી. વળી તેમણે નવીન વાત એ જણાવી કે હાલ ઘરમાંથી ડીએને નિશાળે મેાકલવાના રિવાજ ચાલે છે, પણ સ્નુષા એટલે વડુને મે!કલવમાં આવતી નથી. છેડી પણ તેને સાસરે ગયા પછી શાળામાં આવતી બંધ થાય છે. કહેવાની મતલબ એ કે સ્ત્રી વગને કેળવણી માટે પુરૂષ કરતાં ઘણે થાડે સમય મળે છે. પરંતુ આ કન્યાશાળામાં અનતાં સુધી સ્ત્રીશિક્ષક જ અને તેડવા જનાર પણ સ્ત્રી રાખવાની ગેાઠવણ રાખી છે, તેથી એ રિવાજમાં ફેરફાર થવાની આશા રખાય છે, કારણ કે આવી ગારવણથી મેાટી ઉમ્મરની સ્ત્રીઓને પણ કન્યાશાળામાં શિક્ષણ માટે. આવવાને અડચણ જેવું લાગશે નહિ. એ મતલબનું એલીને પ્રેફેસર આબાજી બેઠા પછી, એન. રાવબહાદુર રણછોડલાલ છેટાલાલે ઊડીને, સર્વે ભાષણકર્તાએ કરેલી તેમની ઉદારતાની પ્રશ'સાને! ચેાગ્ય ઉત્તર વાળ્યે, અને સ્ત્રી કેળવણીની અગત્ય વિષે કેટલુંક અસરકારક વિવેચન કર્યું, 66 એ પછી વૈદ્ય દુલ ભદસ વિ. શ્યામજી વે સુશિલતા ” વિષે પેાતે રચેલી નીચેની કવિતા ધણી છટાથી વાંચી સભળાવીઃ
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy