SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ભગવાનલાલ ઈદ્ધિજી, જેમની વિદ્વત્તા જોઈ યુરોપની સાઈટીઓ અને યુનિવરસીટીએ તેમને માન આપવાને સરસાઇ કરી રહી છે. ૨. ફેસર રામકૃષ્ણ ગેપાળ ભાંડારકર જેમણે વિલ્સન ફાઇલોલોજીકલ લેકચરમાં આપણું સમક્ષ ઇતિહાસ અને ભાષાજ્ઞાન ઉપર કંઈક પ્રકાશ પાડે છે, અને જેમણે આપણુ ગૂજર વલ્લભી આદિ વંશના તામ્રપટ આદિ લેખો ઉપર બોધક અને શોધક વાર્તિક લખ્યાં છે. ૩. ૪. જૂનાગઢમાં વલ્લભજી આચાર્ય અને મણિશંકર કરીને વિદ્વાને છે તેઓ પણ આપણી પ્રાચીન બાબતેની શોધમાં સારા નિપુણ છે. અને ૫. પંડિત ગટુલાલજી એ સિવાય પણ બીજા વિદ્વાનેનાં નામ આપણી મેનેજીંગ કમીટિજ કાઢી શકશે. એમને ઓનરરી મેંબર કરવાની સાથે તેને પત્ર લખાય તેમાં એમની સાનુકૂળતા અને સહાય માગવામાં આવવી જોઇએ. વળી એમજ નહિ કે આવાનેજ અને તેઓ દેશીઓનેજ મેંબર હેનરરી મેંબર કરી અટકવું. પ્રોફેસર વસવર્થ, દાક્તર હંટર, મી. હ્યુમ, પ્રેફેસર દાદાભાઈ, મી. તેલંગ, મી. પીરઝશા મહેતા, મી. નવરોજજી ફરદુનજી જેવા આપણા દેશના રાજદ્વારી સ્થિતિ સુધારનારા અથવા મિત્રોને પણ તેવા માનની ઇનાયત કરવી. ભારતમિત્ર લોર્ડ રિપન જેવાને તેના મુરખી થવાની પ્રાર્થના કરવી. તે સાથે દાક્તર બૂલર જે તેઓ આપણું મેમ્બર ન હોય તે, મી. ફલીટ જેમણે પણ ગુજરાતના રાષ્ટ્રકૂટાદિ વંશના ઇતિહાસને વિસ્તાર કર્યો છે, મી. કંપબેલ (ગેઝીટીયરવાળા) અને પ્રોફેસર મેક્ષમૂલર આદિના નામથી પણ આપણી સોસાઈટીને આદરભાવ આપો ઘટિત છે. આ ઉપરાંત આપણું સોસાઈટીને એ પણ પ્રાર્થને છે કે જેમ મુંબાઈ સરકાર તરફથી સંસ્કૃત ગ્રંથની “સંસ્કૃત સિરીઝ” અને કલકત્તામાં બિબ્લીઓથીક ઈડિકા સિરીઝ’ નિકળે છે તેવી આપણું સેસાઇટી તરફથી સંગ્રહ કરેલાં ગુજરાતી ભાષાનાં ગદ્યપદાદિ પુસ્તકની “ગજરાતી સિરીઝ” કાઢવી, જેવાં કે ભાલણની “ કાદંબરી'ભીમ કવિની “હરિ લીલા ષડશકળા” વિગેરે. મારા મિત્ર રા. રા. નવલરામ લક્ષ્મીરામ પંડયાની સાથે આ બાબત વાત કરતાં તેમણે આ “હરિ લીલા' જે સોસાઈટી છપાવે તે પોતે એડિટ' કરવા માથે લેવા વચન આપ્યું છે. તેમજ કાદંબરી હું “એડિટ' કરવા કબૂલ થાઉં છઉં. તેમજ બીજાં પુસ્તકો મારી દેખરેખ નીચે આવે તે હું જેમાં અનુક્રમ નક્કી કરતે જાઉં. તેમ તેમ હું અથવા બીજા મિત્રો
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy