SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ રાજતંત્ર વિષે ઉપયુક્ત હકીકત તારવવામાં આવી છે અને ચાવડા, સેલંકી તથા વાઘેલા રાજાઓને સમગ્ર ઇતિહાસ અવલોકવાને ફક્ત જૈન ઈતિહાસ, સાહિત્ય અને ધર્મ ગ્રંથે ઉપયોગી થયા છે. આ વસ્તુઓનું મૂલ્ય વા ઉપયોગિતા પૂરી સમજવામાં નહિ તેથી આપણે અજ્ઞાનતામાં એ સાધનેને ઘણે નાશ થવા દીધું છે. હજી પણ જાગૃત થઈ એ મહત્વની અને કિંમતી વસ્તુઓના સંગ્રહ અને સંરક્ષણ સારૂ ચાંપતા ઈલાજે હાથ ધરીએ તો આપણું પ્રાચીન ઇતિહાસના જે અંડાએ ખૂટે છે તે મેળવવા આપણે શક્તિમાન થઈએ. પૂર્વના ઘણાખરા દેશો, જેવા કે ઇસ, પેલેસ્ટાઈન, ખાઠિયા, ઈરાન, ઇરાક તેમ યુરોપમાં ગ્રીસ અને રેમને ઇતિહાસ લુપ્ત થયલે તેને એ ભાગમાં પદ્ધતિસર અને સમજપૂર્વક ખોદકામ થઈને, ત્યાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રકારની ચીજો અને ઈષ્ટિક લેખો વગેરે પૂર્વને વૃત્તાંતે પરથી, ખંડિત પણ પ્રાચીન ભવ્યતાને ખ્યાલ આપ-ફરી ઉપજાવી કઢાયો છે અને તે ભૂતકાળને અલાદીનની ગુફાની પેઠે આપણી આંખ સમક્ષ ખડે કરી આપણને સાનંદાશ્ચર્ય પમાડે છે. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કર્નલ ટોડે રાજસ્થાનને ઈતિહાસ રચી આપણને રાજપુત સંસ્કૃતિ અને શૈર્યને પરિચય કરાવ્ય; મહારાષ્ટ્રની મહત્તા ગ્રાન્ટ ડફે દશવી; સર જાન માલેકમે મધ્ય પ્રાંતને ઇતિહાસ રસિક રીતે ગૂં; અને ગુજરાતનું ગૌરવ અલેકઝાંડર કિન્લોક ફોર્બસે જૈન રાસાઓ પરથી રાસમાળાનું પુસ્તક તૈયાર કરીને જગતને બતાવ્યું. ગુજરાતને ઈતિહાસ લખવાને એ પ્રથમ પ્રયત્ન હતો. તેનાં સાધનો પણ પૂરાં સંગ્રહાયેલા નહિ કે જાણવામાં નહિ તેથી ફૉર્બસે ગુજરાતનો ઇતિહાસ ચાવડા વંશથી શરૂ કર્યો હતો. પણ ગિરનાર પરના લેખની ભાળ લાગતાં અને ક્ષત્રપ હાકેમેના સિક્કાઓ મળી આવતાં, એટલું નક્કી થયું કે ઈસ્વી સન પૂર્વે મિર્થ રાજાની રાજ્યસીમા પશ્ચિમ હિન્દુસ્તાનમાં એક જુનાગઢ સુધી વિસ્તરી હતી. એ ઐતિહાસિક માહિતી અને સાધનસામગ્રી મેળવવામાં ફોર્બસને કેવી મુસિબતે નડેલી અને કેટલે શ્રમ ઉઠાવ પડેલો એ બીના ઇતિહાસ રસિકોને સુવિદિત છે.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy