SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અતિશે ટાઢ પડે છે તેથી આપણાથી ત્યાં રહી શકાય કે નહિ. અન્ન ખાઈને ત્યાં જવાય કે નહિ, તે વિશે સંશય હતું તે હવે મટયો કેમકે મહિપતરામ હતા તેથી શરીર સારા થઈ આવ્યા દેખાય છે. ત્રીજું એ કે ત્યાં હિંદુ ધર્મ સચવાય કે નહિ એ શક હતા તે પણ મહિપતરામને કહેવાથી મટે છે. આપણા ઘણા લેકેને તે ખાતરી હશે કે મહિપતરામ સત્યવાદી છે. જુઠું બોલતા નથી. તે જાણવું કે ત્યાં જતાં આપણે ધારતા હતા એટલી અડચણે હેત તે તે કહ્યા વિના રહેત નહિ. હિંદુશાસ્ત્રમાં પાળવાના આચાર ચાર પ્રસંગે જુદી જુદી રીતે કહેલા છે. સાથે શુદ્ધ સમાચારચાર પરગ્રહ આતુરાનાચાર: પાથે શૂદ્રવદાચરેત છે ૧૫ અથ–પોતે સ્વતંત્ર હેઈયે ત્યારે શુદ્ધ સારે આચાર પળાય, પારકે ઘેર તો અર્ધી આચાર પળાય; . મંદવાડમાં આચાર પળાય નહિ. અને મુસાફરીમાં શની પેઠે આચરવું. ૧ જેણે મુસાફરી કરી નથી તે એમ જાણે છે કે આપણા ઘરમાં દેવસેવ. હે. તે ઓરડીમાં અંગરખુ કે પાઘડી પહેરીને જવાયજ નહિ. પણ જે મુસાફરી કરે છે તેને ખબર છે કે એજ દેવસેવા બચકામાં બાંધી. લઈને જોડા પહેરીને તે બચકે ઉપાડીને ચાલવું પડે. મુંબઈ સુધી જતાં જેટલી અડચણે પડે છે તેથી ઓછી પણ વધારે. ધર્મની અડચણ, વિલાયતમાં જતાં પડતી હોય એવું જણાતું નથી એવી. ખાતરી મહિપતરામભાઈએ કરી આપી, માટે તેમને માન આપવું એગ્ય છે. રસ્તામાં કોઈ ઠેકાણે ઢીંચણ સમાણું પાણી ભર્યું હોય, પણ ઘણું ઉં હશે એવા વહેમથી ઘણા મુસાફરો અટકી રહ્યા હોય તે વેળાએ કોઈ બહાદુરી કરીને તે પાણીમાં આગળ ચાલે તેને પણ માન આપવું જોઈએ. ત્યારે મહિપતરામભાઈએ ખરેખરૂં મેટું કામ કર્યું છે. . . સારું કામ કરનારને પણ કોઈ વખતે લોકે પ્રતિકુળ થાય છે પણ પછીથી તેને ઘણી કીતિ મળે છે. નરસિંહ મહેતાના પક્ષમાં તે વખતે
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy