SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ હોય તે મારી શક્તિ નથી. ત્યાં ટવર નામે એક જુને કિલ્લો છે, તેમાં અંગ્રેજી ઇતિહાસના વાંચનારને કેટલીક મનોરંજક વસ્તુઓનાં ઠેકાણું જોવામાં આવે છે. ત્યાં મેં રાણજીના મુગટે, હીરાના હાર વગેરે શણગાર જોયા. એની કિંમત કરીએ તે કરોડો રૂપિયાની થાય. કેહીનુર (એટલે તેને પારવત) નામે પ્રખ્યાત હીરે મેં ત્યાં જે. એ હીરે મોટી સોપારી જેવડો કે તેથી મોટો છે. એ હરે અસલ આપણા દેશને છે. એવા હીરા કરતાં વધારે વખાણવા જોગ ને આશ્ચર્ય પમાડે તેવી ચીજે લંડનમાં છે. તે જોવાને જેનાથી બની શકે તેમણે જવું જોઈએ. વસ્તુઓ ને મકાને કરતાં ત્યાંના માણસે અને તેમની રીતભાત અને સ્વભાવનું જ્ઞાન મેળવવાની વધારે જરૂર છે, ને તેથી વધારે લાભ છે. આપણું લોક અને ત્યાંના લોક વચ્ચે જે મેટો તફાવત છે તે જોઈને સ્વદેશનું હિત ઇચ્છનારની આંખોમાં આંસુ આવશે. માણસ શબ્દને અર્થ ત્યાંજ સમજાય છે. આપણને માણસને આકાર અને બુદ્ધિ છે પણ માણસનાં ઉત્તમ લક્ષણેમાંના થોડાજ આપણામાં છે એવું ત્યાંની પ્રજાને આપણા લોકો સાથે સરખાવી જતાં તુરત માલમ પડે છે. મારી પક્કી ખાતર નિશા છે કે જ્યાં લગી આપણે દુનિયાની બીજી પ્રજાઓથી વેગળા રહીશું ત્યાં લગી આપણા દેશની સ્થિતિ સારી થવાની નથી, એટલું જ નહિ પણ ઉલટી બગડતી જશે. વખતની ગાસથી હું વધારે કહી શકતો નથી. નગરશેઠ પ્રેમાભાઇનું ભાષણ. ત્યારપછી નગરશેઠ પ્રેમાભાઈએ ઉભા થઈને કહ્યું કે ભાઈ મહિપતરામ વિલાયતની મહામોટી મુસાફરી લગભગ એક વરસ સુધીની કરી આવ્યા તે વિષેનું ભાષણ તેઓએ આ વખત આ સભાની આગળ તસદી લઈને આપણને સંભળાવ્યું વાસ્તે આપણે તેમને શાબાશી આપવી જોઈએ, ને ઉપકાર માનવો જોઈએ. એજ મહીપતરામે વિલાયત જવામાં પહેલવેલી હિંમત ઘાલીને રસ્તે ખુલ્લે કર્યો છે, તેથી કરીને હવે બીજા આપણા લોને જવાને ઘણી હિંમત આવશે, ને જાણું છું કે હવે જરૂર લોકે જવાને ઉમેદવાર થશે. ભાઈ મહિપતરામ પિતાને અરજ ગયા હતા એમ નથી. આપણા દેશમાં વિદ્યાભ્યાસ વગેરેને સુધારે કરવા સારૂ તથી બીજે કેટલાક પ્રકારના સુધારાને સારૂ, કે નજરે જોવાથી ઘણેજ ખુલાસે થઈ આવે છે.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy