SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ વિધવા વિવાહને કાયદે પસાર થયા બાદ એ પ્રમાણે પુનર્લગ્ન કરનારને જ્ઞાતિજનો તરફથી કનડગત થાય તો તેની સામે કાયદેસર પગલાં લઈ શકાય કે કેમ એ વિષે મહીપતરામે કોઈ સારા બારિસ્ટરને અભિપ્રાય મેળવવા પદરના રૂ. ૬૦/–ફીના આપ્યા હતા એની નેંધ પહેલા પ્રકરણમાં કરેલી છે. બાઈ જીવર અને લલ્લુભાઈના પુનર્લગ્ન વખતે એમણે અગ્રેસર ભાગ લીધો હતો અને તે પછી એમણે સ્થાપેલી વિધવાવિવાહ ઉત્તેજક મંડળના આશ્રય હેઠળ અમને જણાવતા આનંદ થાય છે કે સંખ્યાબંધ પુનર્લગ્ન થયેલાં છે અને તેનું સઘળું કામકાજ એમની હયાતિ સુધી સર રમણભાઈ કરતા અને એમના સ્વર્ગવાસ બાદ લેડી વિદ્યાબહેન ઉલટભેર ચલાવે છે. તે જમાનામાં બાલલગ્ન પ્રતિષ્ઠા ભર્યું ગણાતું; મહીપતરામનું પોતાનું લગ્ન તેઓ જણાવે છે, કે છ વર્ષની વયે થયું હતું અને તેમનાં પત્નીની ઉમર તે વખતે પાંચ વર્ષની હતી. પરંતુ સન ૧૮૭૫ માં એમના હોટા પુત્રનું લગ્ન થયું ત્યારે વચલા પુત્રનું પણ સાથે સાથે લગ્ન કરી નાંખવા છોકરીવાળા તરફથી એમને કહેવામાં આવ્યું હતું પણ વરકન્યાની નહાની વય હોઈને મહીપતરામે એ વિચારને અનુમોદન આપ્યું ન હતું. એટલું જ નહિ પણ એમના વિચારને સમર્થન કરતાં એમના પત્ની પાર્વતીકુંવરે સામા પક્ષને કહ્યું હતું, કે “મારે લા લેવાને હું મારા છોકરાને ભવ બગાડવાની નથી. જેથી કરીને આગળ જતાં દુ:ખ પડે કે નુકસાન થાય તેવું માબાપે કરવું ન જોઈએ. બાળલગ્ન નુકસાનકારી છે માટે તે હું નહિ કરું. વિવાહ ટળવાની બીકથી હું ડરવાની નથી.” સંસારસુધારા અને શિક્ષણપ્રચાર કાર્યની પેઠે એમનું એવું બીજું મહત્વનું કાર્ય તે ધર્મ સુધારણાનું હતું. અમદાવાદ પ્રાર્થના સમાજ સ્થાપવામાં ભોળાનાથભાઈ સાથે તેઓ અગ્રપદે હતા. સમીપમાં રહીને એમના એ કાર્યને નિરખનાર શ્રીયુત નરસિંહરાવ તે વિષે લખે છે – પ્રાર્થના સમાજની સ્થાપના ઈ. સ. ૧૮૭૧ ના ડીસેમ્બર માસમાં થઈ હારથી ૧૮૯૦–૦૧ સૂધી મહીપતરામની પ્રગતિ ઉત્તરોત્તર વૃદ્ધિગત થઈ. ઈ. સ. ૧૮૮૬ ના મે માસમાં ભેળાનાથનું અવસાન થયું. તે પછી * જુએ પૃ. ૧૭. * જુઓ “પાર્વતીકુંવર આખ્યાન,” પૃ. ૩
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy