SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ગુજરાતી પ્રજાજીવનપર આ ખીજી ત્રીસીમાં નવા ઈંગ્રેજી રાજ્ય અમલ, ઈંગ્રેજી શિક્ષણ, ઈંગ્રેજી વિચાર, સાહિત્ય અને સંસ્કૃતિની બહોળી અને વ્યાપક અસર થયલી જોવામાં આવે છે. આરભમાં ઈંગ્રેજી રાજ્યકર્તાઓએ દેશમાં સુલેહશાન્તિ પાથરવા પ્રયાસ કર્યાં; તેમાં સફળતા મળતાં તેઓએ તેમની સત્તા દૃઢ કરવા માંડી. તદ કાયદાકાનુન ઘડયા. કેટલાક અનિષ્ટ ચાલા—જેવા કે છેકરીને દૂધ પીતી કરવાના, સતી થવાને અધ પાડયા; પરંતુ સઘળા રાજવહિવટ તેમણે પિતૃસત્તા ધારણે પણ એકહથ્થુ રાખ્યા હતા. ઇટ ઇંડિયા ક ંપની હસ્તક હિન્દુસ્તાનના કારભાર હતા ત્યાં સુધી તેમની રાજનીતિ દેશમાંથી વેપારદ્વારા કેમ ઉપજ વધારવી અને ધનની પ્રાપ્તિ કરવી, એ મુખ્ય નીતિ હતી. કંપનીના નાકરા તાલેવત બની કેવા સ્વચ્છંદપણે વતા તેનું મનેાવેદક વર્ણન લાડ માલેએ તેમના લાડ ક્લાઇવ અને વારન હેસ્ટિ’ગ્સપરના નિબધામાં કરેલું છે; એટલે તેમને હિંદીએ માટે કંઈ પડી નહેાતી; પણ દર વીસ વીસ વર્ષે કંપની સરકારના પટાની મુદત વધરાવવા ` એક ડિરેકટરેાને પાર્લામેન્ટ સમક્ષ જવું પડતું; તે વખતે પાર્લામેન્ટના સભાસદો દેશીઓના હિતચિંતક તરીકે, હિન્દની ઉપજમાંથી અમુક રકમ જુદી પાડી તે હિન્દીઓને કેળવણી આપવામાં ખર્ચવા કંપની પર દબાણ કરતા. સન ૧૮૨૦ માં મેમ્બે એજ્યુકેશન સાસાઈટીની સ્થાપના થઈ. સન ૧૮૪૦ માં મે` એક્ એજ્યુકેશન રચાયું અને સન ૧૮૫૪ માં સર ચાર્લ્સ વુડને હિન્દી કેળવણી વિષયક ખરીતા ( dispatch ) લંડનથી લખાઇ આવ્યા અને સન ૧૮૫૬ માં કેળવણી ખાતાને જુદું પાડવામાં આવ્યું; એ સઘળું સન ૧૮૧૩, સન ૧૮૩૩ અને સન ૧૮૫૩ માં કંપની સરકારના પટાની મુદત વધારી આપતી વખતે પાર્લામેન્ટમાં જે ચર્ચા થયલી અને તેમના પર દબાણ કરવામાં આવેલું તેનું પરિણામ હતું, એવું અમારું માનવું છે. કંપની સરકારને હિન્દીઓની કેળવણી માટે કઈ દરકાર નહેાતી, એ આપણે ઉપર જોયું; પણ કપની સરકારના હાર્કમા તે માટે કાંઇ પ્રબંધ કરે તે પૂર્વે હિન્દમાં આવી વસેલા ક્રિશ્ચિયન મિશનરીઓએ તેની શરૂઆત કરી હતી. તેમે આ દેશમાં ખ્રિસ્તી ધર્મનો મેધ કરવા આવ્યા હતા. લોકોને સમાગમ તેએ શેાધતા; તેમના આચારવિચાર સમજવા પ્રયત્ન કરતા; તેમનાં ધર્મ પુસ્તકા અને ઇતિહાસ જાણવાને ઇંતેજાર રહેતા; એટલું જ નહિ પણ બાઈબલના જુદી જુદી ભાષામાં તરજુમેા કરવા તે તે ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેમને આવશ્યક થઈ પડયું હતું; વળી, ધર્માં પ્રચાર અર્થે
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy