________________
૧૦૮
“ગુજરાત વર્નાકયુલર સોસાઈટી અને બુદ્ધિપ્રકાશમાં પણ મહીપતરામભાઈ કર્તા હર્તા છે, અને ત્યાંના આસિસ્ટંટ જજ મિ. દયારામ શાહાનીએ એક પ્રસંગે આ લખનારના દેખતાં મહીપતરામભાઈને કહ્યું હતું તેમ અમદાવાદમાં એક પણ ન્હાની કે હેટી સભા કે સુધારાની વ્યવસ્થા એવી નહી હોય કે જેમાં એક અથવા બીજે રૂપે મહીપતરામ પ્રત્યક્ષ ન હોય અને કળ ડબાવતા ન હોય."*
તેમનાં એવાં જાહેર કાર્યોની એક યાદી એમના એક સ્કોલરે એમની અવસાન નોંધમાં કરી છે તે પરથી એ પ્રવૃત્તિ કેટલી વિધવિધ અને વિસ્તૃત હિતી તેને કંઈક ખ્યાલ આવશે –
મનહર છંદ, “સંસાઈટી વર્નાકયુલર, અંજુમને ઈસ્લામ; લાઇબ્રેરી આપારાવ, ભેળાનાથ ભાઈની, મુંગાં કાણું દુઃખ ટાળક, મંડળના કારભારી; કરી રૂડી વ્યવસ્થા તેં લેડી રેના ફંડની. વિધવા વિવાહીત્તેજક, મંડળોને મુગટ થઈ મુગટપણાનાં કામ, અહોનિશ સાચવ્યાં. પ્રમુખનું કામ કર્યું, પ્રાર્થના સમાજ મળે; સમાજમાં રવીવારે, ભાષણ જઈ દાખવ્યાં. અત્રણ અઠયાશીનાએ, શાળાપત્ર હાથ ધર્યું હાથ ધરી રૂડી રીતે, ભિન્નમેદ ભાગીઆ. શહેર સુધરાઈ ખાતે, કર્યું કામ ચેરમેન યુનિવરસિટી ફેલો, મુંબઈને દશે આ.
યુનિસિપાલીટી મથે, હવે તે કમિશનર વો તે મેમ્બર એ ગુર્જર કેલેજને. ભારી આવાં કામ કર્યા, આગેવાન પડે થઈ
ટાઇમ ન મુકો પણ, કદીએ કલાસને.”
કરીના અંગે ભાષાંતર ખાતાની જવાબદારી એમને શિર હતી; અને કેટલાંક પાઠયપુસ્તકે શાળા માટે એમણે અંગ્રેજી પરથી તૈયાર કર્યા હતાં. તે ઉપરાંત એમને સરકારી બુક કમિટીનું કામકાજ કરવાનું થોડું ન હતું.
• નવલરામ ચરિત્ર, પૃ. ૩૧.
* જુઆ “ કછાદિહનનું અલ્પ વૃત્તાંત, સ્કોલર ગોકળદાસ ઝવેરભાઈ પટેલ કૃત, પૃ. ૨૧.