SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ એ માગણ સોસાઇટીના ઉદ્દેશની ફળસદ્ધિના અભિલાષની પેઠે તેના નરરી સેક્રેટરી મહીપતરામ પ્રત્યે એ સંસ્થાને પ્રેમ પણ વ્યક્ત કરે છે. ટ્રેનિંગ કોલેજના દરરોજના ચાલુ કામ ઉપરાંત એમને ભાષાંતર ખાતાના વડા તરીકે કેટલીક જવાબદારી રહેતી. એ વિષયમાં તેઓ કેટલા વાકેફગાર અને તૈયાર રહેતા એને ખ્યાલ વાચકને સન ૧૮૭૭ માં વાર્ષિક સભામાં એમણે જે માહિતી પૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું તે વાંચ્યાથી આવશે.* એજ પ્રમાણે બુક-કમિટીના સભ્ય તરીકે અનેક પુસ્તક પર અભિપ્રાય. લખવાનું પ્રાપ્ત થતું. એમનું એ દફતર મળી આવે તે સમકાલીન સાહિ ત્યના પુસ્તક વિષે એક જવાબદાર સરકારી અમલદાર કેવા અભિપ્રાય - દર્શાવતા એ જાણવું બહુ રસદાયક થઈ પડે. સંસાઈટીના દતરમાંથી એવા એમના આભપ્રાયના કોઈ કોઈ નમુના મળી આવે છે; એ એક નમુને ટડ રાજસ્થાનના ભાષાન્તર વિષે મળી આવે છે. તે અનુવાદના સામાન્ય નિયમ પર વિચારણીય હાઇને, તે સળંગ પત્ર નીચે આપવામાં આવે છે – રસિક સુઘડનર ટેંડવિણ” સંજ્ઞા જે ભાષાંતર ઉપર છે તે તપાસતાં. ઇનામને લાયક જણાતું નથી. એમાં ઘણી ભૂલે છે. ઓઝા દુલેરાય મહીપતરાય અને “સત્ય મેવ જયતે" એ સંજ્ઞાવાળાં ભાષાંતર વિષે આપને ત્યાંની કમીટીમાં મતભેદ પડે છે માટે મેં ઘણું ધ્યાન દઈને બંનેને તપાસ્યાં. એક એક જોડે તથા અસલ ઈગ્રેજી પુસ્તક જોડે સરખાવી જોયાં. કમીટીના બંને ગૃહસ્થોએ એ ભૂલો બતાવી છે તે ખરી બતાવી છે. તે ઉપરાંત બીજી ઘણુક મારા જોવામાં આવી છે. બેમાંનું એકે ભાષાંતર છપાવી પ્રકટ કરવા યોગ્ય નથી. દરેકમાં કેટલીક ખુબી છે અને ઉપર કહેલાં બે નામંજુર કરેલાં ભાષાંતરથી સારાં છે તથાપિ ઈનામ લાયક મને લાગતાં નથી તથા બેમાંને એકેને ભાષાંતર કર્તા બાકીના મૂળમંથનું ભાષાંતર કરવાના કામને યોગ્ય જણાતો નથી. આમાં બધું વાંક એ ભાષાંતર કરતા નથી. ગમે એ ખબરદાર એટલે ઈગ્રેજી અને ગુજરાતી બંને ભાષાથી વાકેફગાર વિદ્વાન હોય તેનું આવા પ્રઢ ગ્રંથનું ભાષાંતર ખેડા વગરનું હેયા વિના રહે નહિ. બે બેલીની ઢબ રૂઢિ વાક્યરચના વગેરેમાં માટે ભેદ હોવાથી એકમાંના વિચાર રાખે શબ્દના અને વાક્ય વાક્યના. બીજામાં આણવી એ ભાષાંતર કરવામાં મોટા અનુભવી વિદ્વાનને પણ અતિ * જુઓ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, ૫. ૧૮-૧૨.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy