SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ co સારૂં ચાલી શકે નહિ, માટે તમે ત્યાં જઈને ભણાવવાની યુક્તિઓ શીખી આવો. તમારા ખરચને બંદોબસ્ત હું કરીશ.” તે કાળે પરદેશ સેવ એ એક સાહસ હતું; તેમાંય દરિયે ઓળંગ એ સહિ વિરુદ્ધ હોઈને બહુ વિષમ કાર્ય હતું. હિન્દુસ્તાનની હદ છોડી કોઈ ભાગ્યેજ બહાર જતું. કદાચ કોઈ એવું જોખમ ખેડે તો તેને જ્ઞાતિ જ્ઞાતિ બહાર મૂકતી; અને જ્ઞાતિનાં બંધન અને શિષ્ટ (discipline) એટલાં સખ્ત અને સજજડ હતાં કે ભલભલા તાલેવંત અને આગેવાન પુરુષો તેના ત્રાસથી ગુંગળાઈ જાય. તેને કંઈક ખ્યાલ આવવા ભાનુસુખરામ રચિત મહીપતરામ ચરિત્રમાંથી એક ફકરો આપીશું: મારા પિતામહ મહીપતરામના સાટુ થાય, સાદ્ધનું સગપણ સૈથી શીળું, મોટું અને નિકટનું. કહ્યું છે કે સગપણમાં સાટું અને જમણમાં લાડુ, એ સગપણને લીધે મારા પિતામહનું ઘર વિલાયતી પક્ષમાં જોડાયું. મારા માતામહ લોકે માની લીધેલી મહીપતરામની કૃતઘતાને લીધે એમનાથી વિરુદ્ધ એટલે તે શુદ્ધ પક્ષમાં. મારાં માતુશ્રી કહેતા કે અંટસ એ જામ્યો હતું કે મારાથી પીયર જવાનું નહિ, માબાપને મળાતું નહિ. આ પ્રમાણે વહુ દીકરી સાસરા પીયેર કરી શકતી નહિ, એક બીજાનાં ઘરમાં જ જવાનો પ્રતિબંધ તે પછી ખાવા પીવાની તે વાત જ શી કરવી ! કદાપિ શુદ્ધ પક્ષને સ્ત્રી કે પુરુષ વર્ગ વિલાયતી પક્ષના ઘરના દ્વાર આગળ ઉભેલો સામા પક્ષના જોવામાં આવે તો આખી ન્યાતમાં તેની વાતે ચાલે અને અનેક ગુલબાને ઉડે. આથી એક પક્ષનાં સ્ત્રી ને પુરુષથી સામા પક્ષનાં સ્ત્રી ને પુરુષની સાથે હળાય મળાય નહિ તેમ સાધારણ વાતે પણ થઈ શકે નહિ. આ ત્રાસ થોડો વખત રહ્યો, પણ દુઃખના દિવસ દહાડા, તેમ દહાડા જતાં એ ત્રાસ મોળો પડે અને છૂપાં છૂપાં વહુ દીકરીઓએ સાસરા પીયેર કરવા માંડયાં અને ઘરનાં બારણાં વાસીને ખાવા પીવાનું પણ આરંવ્યું. દિવસે દિવસે મમત ઓછો થઈ ગયો અને એક બીજા મળવા હળવા લાગ્યા તે પણ પાંચ વર્ષ સુધી નાગરી ન્યાતે મહીપતરામ રૂપી સંકટ ભોગવ્યું. ” મહીપતરામે બીજે દિવસે એમનાં પત્ની સૌ. પાર્વતીકુંવરની અનુમતિ મેળવી, ઇગ્લાંડ જવાની હેપ સાહેબને હા પાડી. ખરેખર તે એ જમાનામાં * મહીપતરામ ચરિત્ર, પૃ. ૨. મહીપતરામ ચરિત્ર, પૃ. ૭૪.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy