SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચક સ્તંભો ” એ પુસ્તકમાં (પૃ. ૩૯) નીચે મુજબ અભિપ્રાય ફટનેટમાં દર્શાવાય છે – ગુજરાતી સ્ત્રીઓ માંહોમાંહે વાતચીત કેવી રીતે કરે છે, તે ફેંર્બસ સાહેબને દર્શાવવા લખાયેલું, “સ્ત્રી સંભાષણ” સરળતાને નમુન છે, સ્ત્રીઓ માંહોમાંહે વાતચીત કરતાં જે ભાષા વાપરે છે, તે ભાષા એમાં આબેહૂબ દર્શાવી છે. એમને માટે એવું કહેવાય છે કે એઓ પોતે નવી બનાવેલી કવિતા સ્ત્રીઓને સમજાય તેવી છે કે નહિ, તે તપાસવાને શેરીમાંની સ્ત્રીઓને વાંચી સંભળાવતા અને તેમને ન સમજાય એવું જણાતું ત્યાં ત્યાં યોગ્ય ફેરફાર કરતાં. ” જેમ પ્રસ્તુત પુસ્તક સાહેબ માટે લખ્યું હતું તેમ એમની સૂચના અને સહાયતાથી એમણે “લક્ષ્મી નાટક” લખ્યું હતું. તે જાણુતા ગ્રીક નાટકકાર એરિસ્ટોટલની કૃતિ છે; અને તેને સારાંશ એ છે કે અન્યાયથી, અધર્મથી તથા ચાડીયાપણથી ધન પેદા કરવું નહિ. કવિશ્રીને ફર્બસ સાહેબે જે હકીકત સંભળાવેલી તે પરથી નાટકનું બેખું ઉભું કરવામાં આવેલું જણાય છે. તે અનુવાદ નહિ પણ “ભટ્ટના ભોપાળા'ની પેઠે રૂપાંતર જ છે, એમ તેમાં “ચાડીયા વિષે” જે પ્રસંગ આવે છે, તે પરથી કહી શકાય. મૂળ ગ્રંથ અંગ્રેજી અનુવાદ અમે મેળવી શક્યા નથી, નહિ. છે, તેની સાથે સરખામણી કરવાનું અનુકૂળ થઈ પડત. બ્રિટિશ અમલ પૂર્વે આપણે અહિં ચાડીયાનું બહુ પ્રાબલ્ય હતું; તેને ઉલ્લેખ શરૂઆતના પ્રકરણમાં કરેલો છે અને તેનું જ સૂચક વર્ણન આ નાટકમાં છે, તે કવિનું પિતાનું ઉમેરેલું અમને જણાય છે. એ ભાગ આ રહ્યો – ચાડિયા –હાય, હાય, અમારાં નશીબ કેવાં ઉલટાં થયાં. દેસાઈભા—આ વખતમાં અમારે માથે આભ તુટી પડે. ભીમ–અરે દૈવ, હે પરમેશ્વર, હે દીનાનાથ, આ માણસને માથે આવે : છે આપદકાળ આવ્યો હશે? . . ! દેટ–અરે ભાઈ, આ દેવિયે અમને હાલ ખાવાપીવા ટાણા ભીખ માગતા કીધા, પણ કાંઈ ફિકર નથી, જે સંરકારી કાયદાની એક કલમ લાગુ થશે તે એ દેવીને પાછી અમે આ જ કી વીશું, કેમકે પડોશીની રજા વિના એવું કામ થાય નહિ.'
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy