SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ હકીકત પ્રાપ્ત થશે, તે પરથી જોઈ શકાશે કે લેખકનું વાંચન અને અભ્યાસ કેટલે બધે અને બારીક હતો. * નિબંધને ચાર વિભાગમાં વહેંચી નાંખ્યો છે. જ્ઞાત્યુત્પત્તિ (૧), જ્ઞાતિભેદ (૨), જ્ઞાત્યાચાર (૩), જ્ઞાતિઓનાં લાભ (૪). એમાંના મુદ્દાની ચર્ચામાં અમે નહિ ઉતરીએ, પણ ગ્રંથના તારતમ્યરૂપ શરૂઆતમાં પ્રાર્થના કરી છે તેમાંના સારને ભાગ, પ્રબંધક હોઈને આપીશું– જે પરમેશ્વરે આ જગતમાં સઘળાં માણસોને સરખાં બનાવીને તેઓને રહેવા સારૂ એકજે પૃથ્વી બનાવી, તેઓને પ્રકાશ કરવા એકજ સૂર્ય કીધો, ખાવા સારૂ સૌને એક સરખું અન્ન, અને પીવાને એકજ પાણી બનાવ્યું છે, અને સઘળાં માણસો ઉપર જેની સરખીજ દયા છે, એવા. પરમેશ્વરની પ્રાર્થના કરીને હું એટલું માગું છું કે, આ હિંદુસ્તાનમાં લડાઈ તથા વેહેમ વગેરે કારણોથી જૂદી જૂદી અસંખ્યાત ના બંધાઈ છે, કે જેનાં સાબેતીવાળાં ઉદાહરણ હું આગળ લખીશ. તેમાં વળી એક બીજાના ઘરનું પાણી પીવાથી; તથા અન્ન જમવાથી વટલાવા વગેરેના વેહેમ પેઠેલા છે, તે એવા કે હિંદુના કેઈ પણ શાસ્ત્રમાં તે વાત લખેલી નહિ, ફક્ત માણસોએ કરેલા બંદોબસ્ત, કે જેમ વડનગરા નાગર, વિસનગરા નાગરથી વટલાય છે. અને વળી કેટલાએક અજ્ઞાનીઓ એમ સમજે છે કે આ જૂદી જૂદી નાતના બંદોબસ્ત પરમેશ્વરે બાંધ્યા છે, વાતે એક નાતને બ્રાહ્મણ બીજી નાતના બ્રાહ્મણને ઘેર જમે છે તે પરમેશ્વરને ગુન્હેગાર થાય, અને પાપી કહેવાય; ઇત્યાદિ ભ્રમણા મારા સ્વદેશી લોકોમાં ઘણી વધી ગઈ છે, તેથી પરદેશ જવા વગેરેમાં ઘણું હરકતે થાય છે, અને ધંધા રોજગાર સારી પેઠે ચાલી શકતા નથી, લેકે નિર્ધન થાય છે, વાસ્તે તેઓનું કલ્યાણ ઈચ્છીને આ ચોપડી હું લખું છું. તે વાંચીને મારા દેશી મિત્રોનો વહેમ જાય, અને આ લોકમાં તથા પરલોકમાં સુખી રહેવાને સાચો ઉપાય શોધી કાઢે.” - ત્રીજો વિષય બાળલગ્ન વિષે હતે. તે માટે બે ઉમેદવારના નિબંધ મળ્યા હતા, કવિ દલપતરામ અને સાંકળેશ્વર આશારામ જોશી તરફથી; અને બંનેના નિયમ લાયક જણાયાથી ઈનામની રકમ સરખે ભાગે, એટલે રૂ. ૭૫, રૂા. ૭૫ દરેકને વહેંચી આપવામાં આવી હતી. સાંકળેશ્વર આશારામ, જેમના સની નિબંધ વિષે અને કિમિયાકપટ નિબંધ વિષે અગાઉ લખેલું છે, તેમને નિબંધ જોવામાં આવ્યો નથી, શારદા એક્ટ પઅર થયા
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy