SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અઠવાડિક “વર્તમાન” અને માસિક “બુદ્ધિપ્રકાશ” માં પ્રગટ થયેલા તેમ છૂટા નિબંધે જન ઉપયોગી, માહિતીના લેખે ન્હાના હાના ચોપાનિયારૂપે પણ જૂજ કિંમતે વેચવાને અખતરે અજમાવાયે હતે. આમાંનાં ઘણાં ચોપાનિયાં હાલમાં ઉપલબ્ધ નથી. તેને ઉપગ તે કાળપુરતો હતે. પણ તેનાં નામો સાઈટીએ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકની આખી યાદી છપાયેલી છે, તેમાં માત્ર સચવાઈ રહ્યાં છે. સને ૧૮૭૮ સુધીમાં ૮૧ પુસ્તકો બહાર પડ્યાં હતાં; તેમાં ઉપરની ટિમાં મૂકી શકાય એવાં ૨૯ ચોપાનિયાં હતાં. તેની યાદી નીચે પ્રમાણે છે૧. નિર્મળપણ વિષે. ૧૬. ચોરી વિષે. ૨. કરજ વિષે. ૧૭. વિજળી વિષે. ૩. ઘરેણાં વિષે. ૧૮. કોલેજના ફાયદા. ૪. ખેતી વિષે. ૧૯. નેટના ચલણ વિષે. પ. ઋતુ વિષે. ૨૦. લાંચ વિષે. ૬. રેશમ વિષે. ૨૧. બાલવિવાહ નિષેધક. ૭. બેડુ વિષે. રર. કાનડા દેશ વિષે. ૮. આળસુ કરે. ૨૩. નિમકહલાલ નેકર વિષે ૯. કપાસને છોડ. ૨૪. ધંધા વિષે. ૧૦. કાઉટી. ૨૫. બોધ કથા. ૧૧. સ્ટોર્ચ પક્ષી. ૨૬. રસાયનશાસ્ત્ર. ૧૨. સાકર." ર૭. અર્જુન ગીતા. ૧૩. તામસી છોકરે. ૨૮. ગુજરાતને નકસે. ૧૪. ક્રોધ વિષે. ૨૯. કાળા સમુદ્રને નકસે. ૧૫. અવિચાર વિષે. પ્રસ્તુત યાદી તપાસતાં જોઈ શકાશે કે ઘણાંખરાં ચોપાનિયાં પ્રાથમિક શાળાના નિશાળીઆઓને બેધપ્રદ અને જ્ઞાનદાયક થાય એવાં અને થોડાંક જનતાને ઉપયોગી નિવડે એવાં છે. “ઋતુ વિષે” એ નામના ચોપાનિયાની પ્રત મળેલી છે, તેમાંની પ્રસ્તાવના આ લેખોના વિષે કેટલાક પ્રકાશ પાડે છે. તે પ્રસ્તાવના આ પ્રમાણે છે: આ ગ્રંથની ઊતપતી. તારીખ બીજી ફેબરવારી સને ૧૮પર મેં રોજ ગુજરાતી વરનાક્યુલર સાઈટીની નીશાળમાં વારશીક પરીક્ષા થઈ હતી. તે વેળાએ ચાર છેકરા
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy