SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચતુરાઈથી પાર ઉતાર્યું કે સરકાર અને પ્રજા ઉભય એમના કાર્યથી સંતોષ પામ્યાં. લકે કહે કે “આ તે સાહેબ કંઈ અપર જ છે એઓના જેવું તે અમે કઈ માણસ દીઠું નથી. આ તે પ્રજાના માબાપ જેવાં છે; અને સરકારે નીચેના શબ્દોમાં એમને ઉપકાર માન્યો હતોઃ . " I have been directed to convey to you the thanks of Government for the tact and judgment which you have displayed in conducting this delicate commission.”x આવા બીજા ત્રણેક વિકટ પ્રસંગેએ પણ સરકારની નજર એમના તરફ ગઈ હતી અને તે કાર્યો એમણે એટલી ખબરદારીથી અને યશસ્વી રીતે પાર ઉતાર્યા હતાં. સન ૧૮૫૭ના બળવાના સમયે પણ એમણે મનનું સમતલપણું ગુમાવ્યું નહોતું; પણ પ્રજાપક્ષને બચાવ કરવા વસ્તુસ્થિતિ તેના વાસ્તવિક સ્વરૂપમાં રજુ કરતાં સમજાવ્યું હતું કે, “લોકેના ઉપર અનેક પ્રકારના અન્યાય થયો તેથી જ બળ થયે;” અને વધુમાં ઉમેર્યું હતું કે “અન્યાય થાય છે એવું સમજી જે દેશની પ્રજા શત્રુ થઈ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહિ (માટે અન્યાય કરે નહિ) એવું લોર્ડ એસેમ્બરે વિદે છે તે યથાર્થ અને સત્ય છે.”+ એક સ્થાને સ્થિર થઈ એમને નોકરી કરવાને પ્રસંગ મળ્યો નહોતે. જુદે જુદે ઘણે સ્થળે ફરવાનું થયેલું પણ જ્યાં રહેલા ત્યાં ભાન અને કીર્તિ મેળવેલી. છેવટે સન ૧૮૬૨ માં મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ નિમાઈ આવ્યા. અહિંનું વાતાવરણ એમના સ્વભાવને ખૂબ અનુકૂળ થયું. એમના કાર્યક્ષેત્રનો વિસ્તાર પણ વધી પડ્ય; તે પ્રજાના અગ્રેસર થઈ પડ્યા. મુંબઈની એશિયાટિક સોસાઈટીના ય પ્રમુખ નિમવાની માંગણી થઈ, પણ એમના વિનયી સ્વભાવે તેમ થવા ન દીધું માત્ર ઉપ-પ્રમુખનું પદ લેવાનું સ્વીકાર્યું. સરકારે તેમને મુંબઈ યુન્ડિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નીમીને માન આપ્યું. પણ જીવલેણ માંદગીને ભોગ થઈ પડતાં, તે એ પદ પર ઝાઝું રહેલા નહિ. • ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૧૩. * ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૧૩. + ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૩૫.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy