SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ' " બ થી હોત. સેસાઇટીનું સન ૧૮૮૦ પહેલાંનું દફતર દુર્ભાગ્યે ઉપલબ્ધ નથી. સંભવિત છે કે સન ૧૮૭૫ માં સાબરમતીમાં મોટી રેલ આવી હતી, તેનું પાણી શહેરમાં ફરી વળ્યું હતું અને તે સાઈટીની ઑફીસમાં-હિમાભાઈ ઈન્સ્ટીટયુટમાં-કમ્મરપુર પેસી ગયું હતું, તે વખતે એ દસ્તર–કાગળો, ફાઈલ વગેરે ભીંજાઈ જઈ બગડવાથી એ બધું કાઢી નંખાયું હોય ! - તેથી પ્રસ્તુત ઈતિહાસ લખવામાં પહેલા ખંડમાં ફક્ત સોસાઇટીના છાપેલા રીપોર્ટ અને બુદ્ધિપ્રકાશની ફાઈલેને મુખ્યત્વે ઉપયોગ કર્યો છે. તેમાં સંતોષકારક અને ખુશી થવા જેવી બીને તે એ છે કે સાઈટીને પ્રથમ અરઢ વર્ષને ઇતિહાસ કવિ દલપતરામે લખીને સન ૧૮૭૮ ના બુદ્ધિપ્રકાશમાં પ્રકટ કર્યો હતે, તે મને બહુ મદદગાર થયો છે. એ સાધન વિના હું માનું છું કે આ ભાગ છે તેનાથી પણ, ઘણે અધુર, અવ્યવસ્થિત અને ખામીભર્યો રહ્યો હોત. આ વિસ્તારના ભયથી સસાઈટીના ઈતિહાસને બે વિભાગમાં વહેંચી નાખ પડે છે અને એ વ્યવસ્થા કેટલીક રીતે અનુકૂળ થઈ છે. એક તે સન ૧૮૭૮ સુધીની કાળમર્યાદા બાંધવામાં વચલે ત્રીસ વર્ષને ગાળે પુરત હતું, બીજું, તે પછીના વર્ષ માટે સોસાઈટીનું દફતર થોડું ઘણું મળી આવે છે; ત્રીજું, કવિ દલપતરામ સન ૧૮૭૯ થી સેસાઇટીમાંથી નિવૃત્ત થાય છે અને ચોથું, મહીપતરામ સન ૧૮૭૭ થી ઓનરરી સેક્રેટરી નિમાયા હતા, એમની સ્થાપિત કાર્યપરંપરા તે પછી બહુધા એકસરખી ચાલુ રહી છે. પ્રસ્તુત ઈતિહાસમાં બને તેટલી ઉપયુક્ત માહિતી એક નેધ તરીકે સંગ્રહવા પ્રયત્ન કર્યો છે; એ વૃત્તાંત દેષથી મુક્ત હેવાને હું દાવો કરતા નથી; પણ સંજોગવશાત જે કંઈ મારા જાણવામાં એના કામકાજ વિષે, આવ્યું તે આપ્યું છે. કોઈ સહદય વાચકબંધુ એમાંની ભૂલો બતાવશે અગર તે તે સંબંધમાં સૂચના લખી મોકલવા કૃપા કરશે તે તે બદલ તેમને હું ઉપકાર માનીશ; એટલું જ નહિ પણ બીજા વિભાગમાં તેને ઘટતે ઉપયોગ કરવા, જરૂર બનતું કરીશ. ' અંતમાં મારા લેખનકાર્યમાં વખતોવખત સૂચનાઓ કરવા માટે તેમ આ ગ્રંથના પ્રફવાચન માટે હું મારા સ્નેહી રા. મણિલાલ છબારામ ભટ્ટને આ સ્થળે ઉપકાર માનું છું; અને લેડી વિદ્યાબહેનને પ્રસ્તુત ઈતિહાસને ઉદઘાત લખી આપવા સારુ મેં વિનંતિ કરતાં એમણે તે ખુશીથી સ્વીકારીને મને વિશેષ ઋણી કર્યો છે. અમદાવાદ, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ તા. ૨૦-૮-૧૯૩૨ છે
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy