SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ k તેમજ તરજુમાના સંબંધમાં પણ જે વિચારે કૅર્બસ સાહેબે સદરહુ રીપોર્ટમાં દર્શાવ્યા છે, એ બધા પરથી એવું અનુમાન બંધાય છે કે દેશીભાષાદ્વારા શિક્ષણ આપવા સારૂ અને દેશી ભાષાના વિકાસ અને. ઉકઈ અર્થે. સમસ્ત દેશમાં જે હિલચાલ ઉપસ્થિત થઈ હતી અને જે વાતાવરણ વ્યાપી રહ્યું હતું તેમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સ્થાપના. કરવાની પ્રેરણા ક્રર્બસ સાહેબને મળી હોય એ સંભવે છે. નહિ તે પ્રથમ વર્ષના રીપોર્ટમાં ભાષાંતરે વિષે તેમણે વિવેચન કરેલું છે તે અન્ય રીતે સમજાતું નથી, પણ પ્રસ્તુત હકીકત ધ્યાનમાં. લઈને વાંચતાં તેને સંબંધ બેસે છે. આપણે અહિં ભાષાંતર ગ્રંથને પ્રશ્ન અદ્યાપિ ચર્ચાસ્પદ રહેલ છે, તે વિષે વિવિધ મત પ્રવર્તે છે. આટલે લાંબે ગાળે પણ સ્વ. ફોર્બસે ભાષાંતર. વિષે પ્રથમ વર્ષના રીપોર્ટમાં દર્શાવેલા વિચારે મનનીય માલુમ પડશે, એવી. સમજણથી કામ પુરતે ભાગ આપીને આ પ્રકરણ અમે પૂરું કરીશું. સોસાઈટીનું કામ માત્ર ભાષાન્તરે કરાવવાં એ છે એવી સમજણ કેટલાક વખત ઉપર ઉત્પન્ન થઈ છે એ યથાર્થ નથી. ગુજરાતી સાહિત્યની ખીલવણું એ જ સાઈટીને ઉદ્દેશ આપણે ઠરાવ્યું છે. આ પ્રાન્તના દેશીઓને જાતે કામ કરવામાં પ્રવર્ત કરવા, તેઓ કયાં કામ બહુ સારી રીતે કરી શકશે તે બતાવવું અને તેમને કામ કરવાનાં સાધનો પૂરાં પાડવાં એ આપણે કરવાનું છે. આ સમયે તે ભાષાન્તર કરાવવાં એ જ આપણે ઉદ્દેશ ન હોવો જોઈએ, એટલું જ નહિ પણ ભાષાન્તર કરાવવાં તે આપણે મુખ્ય ઉદ્દેશ પણ ન હૈ જોઈએ. જૂના અને લોકોના સ્મરણમાંથી જતાં. રહેલાં પુસ્તકો જેને માટે આપણે પ્રથમ કહી ગયા તેને ન લેખીએ તે. હાલની ગુજરાતી એ શિષ્ટ ભાષા નથી એમ કહીએ તે તે ખેટું ન કહેવાય. ગુજરાતીમાં સઘળી તરેહના વિચાર દર્શાવવાનાં સાધન ન સતાં તે માત્ર બજારૂ ભાષા છે. માટે હાલમાં તે જે જે લખાય તે ચેડા કાળ ટકે એવું જ બનશે, એમ હોવાથી મેટાં અને કિંમતી ભાષાન્તરોમાં ખરચેલા પૈસા આપણે એવા કામમાં ખરા લેખાશે કે જે અગાડી જતાં આપણને ફરી અને વધારે સારું કરાવવું પડશે. તેમજ આવાં ભાષાન્તરેથી આપણને હાલ તાત્કાલિક લાભ પણ બહુ મળે એમ મારું ધારવું નથી. હું ધારું છઉં કે સાંપ્રત કાળમાં આપણું ભાષાન્તરે વાંચનાર પણ મળવા
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy