SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનું નામ તથા કયી ભાષામાં કરનાર તે તથા કેટલા દહાડામાં સમાપ્ત થાશે એ એમને લેખ સકત્રીનેં મોકલાલે તેના લેખનો અર્થ જોઇનેં ગ્રંથ કર અથવા ન કર એ તેને જણાંવશે–ને મમતથી એક પ્રકરણમાં બે ચાર જણા ગ્રંથ કરવાનેં તયાર થાશે તે તે સર્વેનેં તે સમાચાર જણાવિનૅ સકત્રિી ઘટે તે અવધી ઠરાવી આપશે. તે અવધીયે ગ્રંથ લાવ્યાથી પરિક્ષા થઈનેં જેને સારે ઠરશે તેનેં બક્ષીસ મળશે–જે પુસ્તકોની અછત છે તેઓનાં ભાષાંતર કઈયે કીધાં તે તે ભાષાંતરે મેં મૂળ પુસ્તકે આ બેઉ સાથે જ તેણે સકત્રી પાસે મોકલાવ્યાં–કારણ મૂળ ગ્રંથ સાથે મેળવી જેવાં જોઈએ-માટે ૮. કયે પણ ગ્રંથ આ મંડળી પાશે આવશે–તેને વિચાર કરીનેં આ મંડળી તે પર જે કહેશે–અથવા જે બક્ષીસ કરાવશે-તેજ ખચીત થાશેગ્રંથ પસંદ થયો એટલે તે જે મરાઠી અથવા ગુજરાતી ભાષામાં હોય તે તેના કરનારાને તેની એક સાફ પ્રત બાળબદ લિપીમાં લખીને આ મંડળી આપવી-હિંદુસ્થાની ભાષામાં હોય તે બાળબદ અથવા ફારસી લિપીમાં લખીનેં આપવી–પછી તે પુસ્તક છપશે અથવા નહી-એ મંડળીની ઈચ્છાપરે છે. ૯. જે ત્રણ બેલીમાં ગ્રંથનાં ભાષાંતરે અથવા નવા ગ્રંથ કરવાને કહેલા છે તેમાં જે દેશભાષા સર્વ લોકે સમજે છે-તે-ગ્રંથમાં લેવી-ઢાઢ ભાષાને શબ્દ ઘાલીનેં જાણી જોઈને કઠણ ન કરવું–ને જે તે ભાષામાં જોઈયે તેવા શબ્દ મળતા નથી–તે તેના મૂળ ભાષામાંથી લેવાતે એમકે–મરાઠી તથા ગુજરાતી એઓને સારૂ સંસ્કૃતમાંથી શબ્દ લેવા-ને હિંદુ સ્થાનીને અસ્સલ પારશીમાંથી લેવા–કદાપી દેશભાષામાં અથવા મૂળ ભાષામાં પણ જે અર્થનેં રૂદ્ધ અથવા યોગીક શબ્દ લાગતા નથી–ત્યાંહાં ઈગ્રેજી શબ્દ પણ લીધા તે ચિંતા નહીં. ૧૦. આ દેશમાંહેના લોકેનેં ગ્રંથ વાંચવા સારુ અગત થવી એ માટે જે ગ્રંથ કરનારાઓ છે તેઓ જે ઉઘાડા કામ આવશે તે વિષયપર જ ગ્રંથ લખવા-એમ કહ્યું છે માટે કેવળ મને રંજન એ જ જેને પરિણામ– એવા ગ્રંથ કરવા નહીં–એવો આ મંડળીને અભિપ્રાય નથી-તે-જેતે નિર્દોષ હશે તે આ મંડળી-તેઓને પણ પસંદ કરશે.” આ પ્રમાણે અંગ્રેજી, ફારસી, સંસ્કૃત વગેરેમાંથી શાળોપયેગી પુસ્તક લખાવવાને પ્રબંધ થય ખરે, પણ એ પ્રયોગ જોઈએ તેવો સંતોષકારક નિવડ્યો નહિ. મૂળ તે તેને ગુજરાતીમાં અર્થ ઉતારવાને પુરતા શબ્દો મળે નહિ. કોષ
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy