SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પરિશિષ્ટ ૨. જનરલ ડીપાર્ટમેંટ. * “૧ શહેર અમદાવાદના કેટલાક મોટા માતબર તથા દેરદાર ગૃહસ્થાએ કેટલાંક ખુબી ભરેલાં સખાવતનાં કામ કરયાં તેથી નેક નામદાર ગવરનરકનશીલ સાહેબ બહાદુર ઘણું ખુશી થઈ તે કામની બીના પ્રસીદ્ધ કરે છે કે – ૨. આ શહેરના નગરશેઠ હીમાભાઈ વખતચંદે “પુસ્તકશાળા” તથા “પદાર્થ સંગ્રહાલય” એટલે “મ્યુઝીએમ” તથા વર્નાક્યુલર સેસાઈટીનું છાપખાનું તથા તેની ઓફીસનેં માટે, એક સારી ઈમારત પોતાના ખરચથી બાંધી આપવાનું કબુલ કરયું છે. તે સીવાય એ દાતા શેઠે મુંબઈની મેડીકલ કોલેજ” એટલે વૈદકપાઠશાળામાં રૂ. ૧૮૦૦ આપ્યા છે કે તે રૂપૈયાનું વ્યાજ આવે તેમાંથી એક સોના ચાંદ શેઠ મજકુરના નામને બનાવીનેં હર વર્ષ એ શાળાના અધ્યક્ષને જે હુંશીયારમાં હુંશીયાર વિદ્યાર્થી માલુમ પડે તેને આપ. ૩. રાવ બહાદુર શેડ મગનભાઈ કરમચંદ અમદાવાદમાં છોડીની નિશાળે સ્થાપી તેમાં મેટી ઉદારતાથી આગળ રૂપૈયા આપેલા છે. તે સીવાય હાલ રૂા. ૭૦૦૦ સાત હજાર શહેર મજકુરમાં “કાલેજ” એટલે વિદ્યાશાળા થવાની છે તેમાં “સ્કાલરસીપ” એટલે હુંશીયાર છોકરાને પગાર કરી આપવાને આપ્યા છે. ૪. સ્વર્ગવાસી શેઠ હઠીસીંગ કેસરીસીંગની વિધવા શેઠાંણી હરકુંવરબાઇયે પિતાના ખરચથી છેડીની નિશાળ કેટલાક દીવસથી સ્થાપેલી હતી. તે નિશાળની ઈમારત બાંધવાને તથા તેના ખચર્ને સારૂ રૂા. ૬૦૦૦) આપવાને એ શેઠાણીએ વિચાર બતાવ્યો છે. ૫. સ્વર્ગવાસી શેઠ હઠીસીંગ કેસરીસીંગને ઈરાદે અમદાવાદમાં ગરીબ લોકોને માટે એક ઈપીતાલ કરવાનું હતું પણ તેના દરમીયાન એ શેઠે સ્વર્ગવાસ કીધે તેથી એ ધમણ વિચાર પ રશે. તેમની વિધવા સ્ત્રી શેઠાણી
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy