SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે છેડીઓના શિક્ષણ માટે સવડ થતાં, સોસાઈટી તરફથી છોકરાઓના વર્ગ બંધ કરવામાં આવ્યા હતા. તે વિષે સન ૧૮૫ર-પ૩ ના રીપોર્ટમાં નીચે મુજબ હકીકત મળી. આવે છે – “સોસાઈટીની છોકરાની નીશાળ હજુ ચાલે છે, અને સન ૧૮૫૪ ના જાનેવારી મહીનામાં સેક્રેટરીએ પરીક્ષા કરી. પણ કમેટીને એવું માલુમ પડ્યું કે એ નિશાળથી સસાઈટીને બહુ ખરચ થાય છે. તેથી સંસાઈટી જે મતલબથી થઈ તે મતલબ કહીએ તેવી પાર પડતી નથી અને આ શહેરમાં સરકારી ૪ ચાર નીશાળે છે અને તે નશાળોના માસ્તર પણ સારા હુશીઆર છે, માટે સોસાઈટી નીશાળ બંધ કરતાં લોકોને કાંઈ હરકત પડે તેવું લાગતું નથી. માટે કમિટિએ નિશાળ બંધ કરવાનો ઠરાવ કર્યો છે.” અને તે વાજબી હતો, જેમ ઝાડ પરથી ફળ પરિપકવ થતાં, ખરી. પડે છે તેમ. આ શાળાના વહિવટ અંગે કવિ દલપતરામે એક દાખલો ને છે તે જેમ રમુજી તેમ વિચારણીય હોઈ, અત્રે આપ્યો છે. સોસાઈટીના સેક્રેટરીનું કામ ડાકટર સિવર્ડ સાહેબને સંપ્યું. તે સાહેબે સંસાઈટીની તરફથી એક ગુજરાતી નિશાળ સ્થાપી. એક સમે તેના નોકર ઢેડે પિતાને છોકરાને નિશાળમાં મુકવાનું કહ્યું. ત્યારે સાહેબે ચીઠી આપીને નિશાળે મોકલ્યો. મેહેતાછ કરૂણાશંકરે સેક્રેટરી સાહેબ પાસે જઈને ના પાડી. સાહેબે ખૂબ ઘુસ કરીને કહ્યું કે તમારાથી કાંઈ સુધારે થઈ શકવાનો નથી, અને હું તમને બરતરફ કરીને કોઈ મુસલમાન કે પારસીને તે જગા આપીશ. પછી તે વાત મહેતાજીએ જઈને ફારબસ સાહેબ આગળ કરી. તે સાંભળીને સાહેબ ખૂબ હસ્યા, તે એમ જાણીને કે આ દેશની ચાલચલગતમાં સીવર્ડ સાહેબ વાકેફ નથી. પછી ચીઠી લખી કે આ દેશમાં એવું બનવાને હજી ૨૦૦ વર્ષની મુદત જોઈએ. હાલમાં એવું બની શકવાનું નથી. પછી સેક્રેટરીને ઘુસે ઉતર્યો.” (બુદ્ધિપ્રકાશ-ઓકટોબર, ૧૮૬પ.)
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy