SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ સેન્સેટીમાંથી કાઢી મુક્યો. કેદખાનાના અમલદારેને સોસૈટીને પ્રથમ તકરાર થયેલી હતી અને વળી આ બહાનું જયું તેથી તેમણે એવી તાકીદ કરી કે હવે તમારી લૈબ્રેરી અહિં સરકારી જગામાંથી ઉપાડી જાઓ. ત્યારે સેક્રેટરીએ છ મહિનાની મુદત માગી, ને કમિટીના મેમ્બરેને લખી પુછયું, ત્યારે મેમ્બરોએ એ અભિપ્રાય આપ્યો કે સોસૈટી એકલા અમદાવાદના ફાયદા વાસ્તુ નથી અને નેટિવ લેરી છે તે ફક્ત અમદાવાદના લોકોને વાસ્તુ છે, માટે તેનું તમામ ખરચ શહેરના લોકો ઉપાડી લે, નહિ તો લેબ્રેરી બંધ કરવી કેમકે નવું મકાન બંધાવાની સૈટીની શક્તિ નથી.” આ પરથી મકાનની મુશ્કેલીને ઉપાય શોધી કાઢવા કવેશ્વર દલપતરામે તા. ૫ મી સપ્ટેમ્બર ૧૮૫૫ ના રોજ અમદાવાદના શહેરીઓની એક જાહેર સભા ભરી, તેમાં લાઈબ્રેરીના નિભાવાર્થે નીચે પ્રમાણે અપીલ કરી– આપણી પુસ્તકશાળામાં આશરે પ૦૦૦ રૂપિયાનાં પુસ્તકો છે, મેં વળી દીવસે દીવસે વધતાં જાય છે. સુરત, મુંબઈ, કરાંચી, પુના, વીગેરે દેશાવરોથી કેટલાંક ગુજરાતી વરતમાંન પત્રો તથા ચેપનીમાં આવે છે, કેટલાંક મરાઠી તથા અંગરેજી આવે છે. તેમાં કેટલાંક તે દરરોજ, કેટલાંક અઠવાડીયામાં બે વાર, કેટલાંક અઠવાડીયે, કેટલાંક પખવાડીયે, મેં કેટલાંક મહીને આવે છે; મેં વાંચનારા મેંબર ૧૧૦ છે તે આ શહેર જોતાં તો કાંઈ બસ નથી. તે પછી સભામાં ટીપ ફરતાં તુર્તજ રૂ. ૫૩૦ જૂદા જૂદા ગૃહ તરફથી ભરવામાં આવ્યા અને નગરશેઠ હીમાભાઈએ લાઈબ્રેરીનું મકાન બંધાવવા માટે રૂ. ૩૦૦૦ ની રકમ આપવાનું જાહેર કર્યું અને કલેકટર એ. હેડે સાહેબ તરફથી અંગ્રેજી સ્કુલ પાસેની ટી સરકારી જમીન મળવાનું નક્કી થતાં, એ કાર્યને ઘણું ઉત્તેજન અને વેગ મળ્યાં. વળી જાણતા ઈજનેર કહાનદાસ મંછારામે તેને ધ્યાન દોરી આપ્યો હતો, એટલું જ નહિ પણ તે નવા મકાનનું ખાત મુહૂર્ત તા. ૨૪ મી ડિસેમ્બર ૧૮૫૫ ના રોજ મુંબઈના ગવર્નર લૈર્ડ એલ્ફીન્સ્ટન અત્રે પધારતાં, એમના મુબારક હસ્તે કરવામાં આવ્યું હતું. સદરહુ મકાન બંધાઈને તૈયાર થતાં, તેને ખુલ્લું મૂકવાને શહેરીઓની જાહેર સભા તા. ૧૪ મી નવેમ્બર સન ૧૮૫૭ ના રોજ મે. કલેકટર હેડ સાહેબના પ્રમુખપદ હેઠળ મળી હતી. તે પ્રસંગે અસલ “નેટીવ લાઈબ્રેરી #જુઓ “બુદ્ધિપ્રકાશ' સન ૧૮૭૮ ને એપ્રિલને અંક, પૃ. ૭૮-૭૯.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy