SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ સુરક્ષણ અને સલામતી માટે અભય વચન અપાતાં, લેકનાં મન શાન્ત પડયાં; અને ન્યાય કોર્ટ સમક્ષ સો સમાન છે, એ સિદ્ધાંત સ્થાપિત કરીને અને બુદ્ધિશાળીને ઉંચા અધિકારની નોકરી આપવાને માર્ગ ખુલ્લો કરીને જનતાનું દિલ વશ કર્યું હતું એટલે સુધી કે એ સુરાજ્ય નિહાળીને કવિ દલપતરામે ગાયું હતું કે, ......................હરખ હવે તું હિંદુસ્તાન, * દેખ બિચારી બકરીને પણ કોઈ ન જાતાં પકડે કાન.” આમ દેશમાં સુવ્યવસ્થા, ન્યાયનું સામ્રાજ્ય સમાનતાનું ધોરણ, જાન માલનું સંરક્ષણ અને સલામતી દઢ થતાં જનતામાં સફૂતિ આવવા માંડી અને રાજ્ય તરફથી શાળાઓ કાઢવાની વ્યવસ્થા –પ્રથા દાખલ થતાં, શિક્ષણ લેવાને સે કોઈ ઉત્સુક બન્યું, એ કેળવણીએ પ્રજાને નવીન ચક્ષુ આપ્યાં; તેની સાથે રેલ્વે, સ્ટીમર, ટપાલ, તાર વગેરે વ્યવહારનાં સાધને વધતાં અને ખીલતાં, અસલતી સંકુચિત દષ્ટિ વિશાળતાને પામી અને પ્રજામાં નવજીવન પ્રકટી ઉઠયું હોય એમ દેખાવા લાગ્યું. પ્રજાજીવન ઉપર જણાવ્યા મુજબ પલટાવા માંડ્યું અને નવજીવન માટે લોક આતુર બન્યું, તેને માર્ગદર્શન, વધુ વેગ અને બળ સંસાઈટી જેવી વગવાળી સંસ્થા અને કવિ દલપતરામ જેવી સમર્થ વ્યક્તિ તરફથી મળ્યાં હતાં; અને આ પ્રવૃત્તિ એકલા અમદાવાદમાં સમાઈ રહી નહોતી પણ મુંબાઈ અને સુરત વગેરે સ્થળોએ પણ પસરી હતી. આરંભમાં આપણું લેખકે, કવિઓ, સુધારકે અને મંડળીઓ તેમ છાપાંઓએ જે પ્રચારકાર્ય ઉપાડી લીધું હતું તે મુખ્યત્વે દેશમાંથી અજ્ઞાનતા અને વહેમ દૂર કરવાનું હતું. લોકોને કેળવણી આપી, જનતામાં જ્ઞાનપ્રચાર કરવા અર્થે હતું. મુંબઈમાં દાદાભાઈ નવરોજજીએ સ્ત્રીકેળવણુનું સ્તુત્ય કાર્ય ઉપાડી લીધું હતું અને જ્ઞાનપ્રસારક સભાએ બાળવિવાહની સામે ઝુંબેશ ઉઠાવી હતી. જનતાના મનમાંથી ખોટા વહેમ દૂર થાય અને જાદુ, ભૂત, ડાક્યણુ, શીળી, ફળાદેશ (તિષ) વિષેની ભ્રમજનક માન્યતાઓ કાઢવાને સોસાઈટીએ શરૂઆતમાં જ ભૂત નિબંધ, કિમિયાગર ચરિત્ર, ડાક્યણ વિષે નિબંધ, * આપણને બ્રિટને આટલું બધું આપ્યું એ સ્વીકારીએ પણ એક બ્રિટિશ રાજદ્વારી પુએ કહ્યું છે તેમ સુરાજય તે સ્વરાજ્યની ગરજ સારે નહિ, જે માટે હિં હાલમાં ઝંખી રહ્યું, લડી રહ્યું છે.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy