SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર અસ્તિત્વમાં હતું. કેમકે તેના વિષે સન ૧૮૬૦-૬૪ના રીપેટમાં નીચે મુજબ લખાણ છે – “In April of the same year ( 1849 ) it started the 1st newspaper in Gujarat a paper though no longer the property of the society still exists.” (Report of the G. V. Society-1860–64. ) સને ૧૮૭૮ માં બુદ્ધિપ્રકાશમાં કવિશ્રી દલપતરામે સાઈટીને ઇતિહાસ લખ્યો છે, તેમાં ઉપરોક્ત ઝઘડા ઉપરાંત બીજી એવી કેટલીક હકીકત નેધી છે જે “વર્તમાન” પત્રની કારકીદિને શોભા અપાવનારી નહોતી અને તેમાં આવતા અંગત આક્ષેપને કારણે ઘણા સારા માણસેનાં મન નારાજ થયાં હતાં અને તેનું નામ અકારું થઈ પડ્યું હતું. તે સંબંધમાં એમણે ઉતારેલે નીચેનો સંવાદ સારે પ્રકાશ પાડે છે – નગરશેઠને પ્રથમ મેળાપ પ્રથમ નગરશેઠ પાસે દલપતરામ મળવા ગયા ત્યારે શેઠે હેતથી બેલાવીને પુછયું કે તમે અહીં ક્યારે આવ્યા છે?” દિલ – હું ગુજરાત વર્નાક્યુલર સેર્સટીમાં નેકર રહ્યો. શેઠ૦–અરે! સરકારી નોકરી છોડીને તમે એવા પાપમાં ક્યાં પડ્યા ? અને તમે ભલું માણસ છતાં એ બુધવારીઊ લખવાનું કામ તમને કેમ ફાવશે. એક અવકીલ–શું કરે ? પેટ ન ભરાય ત્યારે લેકેની નાલાશ લખવાને, એ હલકે ધંધે પણ કરવો પડે. દલ–સાહેબ, વર્તમાન પત્ર તે હવે સેસેટીમાં નથી છપાતું; એ તે બાજભાઈ અમીચંદ પિતાના ઘરનું છાપે છે. વકીલ–એ તે નામ ફેરવ્યું છે પણ લખનારા હતા એના એ છે. દલ–અહિં વિદ્યાભ્યાસક સભા ભરાય છે અને સારાં સારાં ભાષણો થાય છે, શેઠ સાહેબ, જો આપ એકવાર એ સભામાં પધારે તે આપનું મન ખુશી થશે. અને સોસૈટીની વાર્ષિક જનરલ સભા, ભરીએ ને ગયા વરશને રિપિટ વાંચીએ. છે જુઓ “બુદ્ધિપ્રકાશ'ને એપ્રિલ અંક સને ૧૮૭૮, પૃ.૮૦-૮૧. ૪ વર્તમાન પત્રમાં જેનું નામ પ્લીડર પક્ષી છપાતું હતું તે એજ હતા.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy