SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સ્થાપવામાં, ચલાવવામાં અને તેને આબાદ કરવામાં તથા આ બુદ્ધિપ્રકાશના સંબંધમાં એમને આજ સુધીને શ્રમ પણ ભૂલાય તે નથી. એમની આંખે હરકત થવાથી રાજીનામું મોકલી ગુ. વ. સોસાઈટીના આસિસ્ટંટ સેક્રેટરીની નોકરી તથા આ બુદ્ધિપ્રકાશ ચલાવવાનું કામ છોડી દીધું તે હું બેદસાહત જાહેર કરું છું. એમનું રાજીનામું સ્વીકારતાં ગુ. વ. સંસાઈટીની વ્યવસ્થાપક મંડળીએ એમને આભાર માની દલગીરી જણાવી છે, અને આ ખબર જાણું બાકીના સભાસદો તથા એમના મિત્રો પણ નાખુશ થશે. એમની આંખનું દરદ નરમ પડવાથી બુદ્ધિપ્રકાશને માટે થોડું ઘણું દર માસે લખી મોકલશે એવી આશા રાખું છું.” પણ એટલેથી સંતોષ નહિ માનતાં, બીજે વર્ષો વાર્ષિક સામાન્ય સભામાં એમના કાર્યની ખાસ કદર થવા કવિશ્રીને પાઘડી અને કીર્તિચંદ્ર આપવાની સભાપતિ શેઠ પ્રેમાભાઈને વિનંતિ કરતાં મહીપતરામભાઈએ ફરી જણાવ્યું હતું કે, કવીશ્વરે સંસાઈટીની સેવા ઘણું લાંબી મુદત સુધી કરી. એ સેવા બજાવવામાં એમણે તનમન અને ધનથી મહેનત કરી. ગુજરાતના ભલા મિત્ર એ. કે. ફાર્બસ સાહેબે સંસાઈટીને જન્મ આપે, સેસાઈટીને સ્થાપી અને દલપતરામે તેને ધવરાવી મોટી કરી કહીએ તે ચાલે. સેસાઇટીને ઉત્પન્ન કરનાર પ્રતાપી ફાર્બસ અને તેને ઉછેરનાર તેની પછી થયેલા સેક્રેટરીઓ અને કવીશ્વર દલપતરામ હતા એવું એસાઈટીના દફતરથી સિદ્ધ થાય છે. એક પછી એક નવા થનારા સેક્રેટરીઓને માર્ગ દર્શાવનાર અને સલાહ આપનાર આજ સુધી કવીશ્વર હતા. એમણે વધારે લાભકારી નોકરી મૂકી સસાઈટીને જીવતી રાખી. રાજવંશીઓને અને ધનાઢય સદ્ગતને યુક્તિથી સમજ પાડી સોસાઈટીની પુછ મેળવવામાં મદદ કરી, કચ્છસરથી વહીવટ કરી તેને સાચવી અને પિતાના પુસ્તકે સોસાઈટીને સમર્પણ કરી તેમાં વધારો કર્યો. એમના રચેલા ગ્રંથો હજી સોસાઈટી છપાવી વેચે છે; અને તેને ન ખાય છે. ઉદાહરણ-હુનરખાં નામે પ્રખ્યાત પુસ્તકને એમની પાસે રૂા. પ૦) માટે સરકારે વેચાતું માગ્યું, પણ કવીશ્વરે તે કબુલ ન કરતાં સોસાઈટીને મફત આપી દીધું. એમની મદદ એટલી બધી છે કે તેથી * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૯, પૃ. ૭૧
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy