SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૦ સાદરેથી નીકળ્યા ત્યારે તેઓ સોસાઈટીના ઉત્કર્ષની જ ઝંખના કરતા નીકળ્યા હતા. તેઓ લખે છે, સાદરેથી આવતાં આખે દહાડે દલપતરામના મનમાં શેખચલ્લીના વિચાર થતા હતા, કે પરમેશ્વર મારા કામમાં સહાયભૂત થાય અને શ્રીમંતેના મનમાં ઉશ્કેરણી કરે, તેથી સર્સટીની પુંછ એક લાખ રૂપીઆની થાય અને સેરોટીનું તથા સેસટીની લેબ્રેરીનું મકાન દશ હજાર રૂપિઆનું થાય અને સૌંટી કોઈ દિવસ ભાગી પડે નહિ, એમ થાય તે કેવું સારું ! ખરેખર, પ્રભુ કૃપાથી કવિશ્રીના એ તરંગે કાલ્પનિક નહિ પણ સત્ય નિવડયા છે, એ એમના પરમ ત્યાગનું, ઉત્કૃષ્ટ તપનું મિષ્ટ ફળ નહિ તે બીજું શું ? સોસાઈટીમાં આસિ. સેક્રેટરી નિમાયા તે પહેલાં એમણે ભૂત નિબંધ, જ્ઞાતિનિબંધ, બાળવિવાહ નિબંધ, વગેરે લખી ઈનામ પ્રાપ્ત કર્યા હતાં અને તે વડે એમણે સારી નામના પ્રાપ્ત કરી હતી. એમને એ નિબંધ વાંચતાં આપણા મન પર એમની તે વિષયની રજુઆત કરવાની હોંશિયારી, બુદ્ધિશક્તિ તેમ લેખનશૈલી-સાદી છતાં મુદ્દાસર, દલીલવાળી પણ માહિતીપૂર્ણ, સબળ છાપ પાડે છે અને તેને સમગ્ર અવેલેકનથી તેનું સામાન્ય સ્વરૂપ આપણા લક્ષમાં આવીને તે બરાબર સમજાય છે અને વિવેચકને સ્વીકારવું પડશે કે લેખકે હાથ ધરેલા વિષયને પુરતે ન્યાય આપ્યો છે. એટલું જ નહિ પણ તેમને એ વિષયનું સારું જ્ઞાન છે. એમના લેખે અને કવિતા, ભલે અમુક વર્ગ માને છે તેમ, વિદ્રોગ્ય નહિ હોય; પણ જનતા જે ઈચ્છે છે, એ જાતનું, જીવનને સ્પર્શતું, જીવનને પ્રેરણા અર્પતું, જીવનમાં રસ રેડતું, આહલાદક, વિનોદભવું. બુદ્ધિપ્રધાન, નીતિને માર્ગે દોરનારું એમનું લખાણ છે, એ અભિપ્રાયની વિરુદ્ધ ભાગ્યે જ કોઈને કંઈ કહેવાપણું હોય. જનસમાજનું માનસ પરખવાની એમની શક્તિ પૂરી કેળવાયેલી અને ખીલેલી હતી; અને તેઓ સભારંજની હોઈને જેને સમાગમ થતે તે સને એમની કવિતાથી સંતોષતા અને ધારેલું કાર્ય સિદ્ધ કરતા તેના અનેક દાખલાઓ મળી આવશે. એમની એ લોક મન રંજન કરવાની શીઘ્ર કવિત્વશક્તિને લીધે સા કેઈએમની હાજરી ઇચ્છતા અને તેમ પિતાની પાસે રહેવા–રાખવા માગણી કરતા હતા. શેઠ સાહુકારો અને રાજા મહારાજાઓએ એમની કવિતાથી પ્રસન્ન થઈને એમને સિરપાવ આપેલા અને વષસન પણ બાંધી આપ્યાં હતાં. + બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૮૦
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy