SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ .“One pupil Gopal Haree Deshmukh has distinguished himself and deserves to have his name handed upto the Board as a good English Scholar and worthy of its patronage. ”j. આવા બુદ્ધિશાળી પુરૂષને સારી નોકરી મળતાં વિલંબ જ ન થાય. સન ૧૮૪૬ માં એમણે મુનસફની પરીક્ષા પાસ કરી, પરંતુ મુનસફની જગ મળતાં વચ્ચે છ વર્ષ વીતી ગયાં. છેવટ સન ૧૮પર માં તેઓ પહેલ પ્રથમ વાઈમાં મુનસફ નિમાયા. એમની તેજસ્વી બુદ્ધિ અને અવિશ્રાંત કાર્ય કરવાની ઉલટથી તેમ નિસ્પૃહી અને પરોપકારી સ્વભાવથી એ સરકાર અને પ્રજા ઉભયના પ્રીતિપાત્ર થઈ પડયા હતા. એમના કોર્ટનાં કાર્ય વિષે જ્યુડિશિયલ કમિશ્નરે નીચે મુજબ શેર કર્યો હતોઃ “ I have a very high opinion of his abilities. They are of very high order. His character is above suspicion and he appears to combine with them an earnest desire to discharge his duties conscientiously. "x તે પછી સન ૧૮૫૩માં ઇનામ કમિશન નિમાયું હતું તેના કમિશનરના મદદનીશ તરીકે રૂ. ૩૦૦ના માસિક પગારથી એમને જ મળી હતી. એ જગે પર તેઓ આઠ વર્ષ રહ્યા હતા અને એમના એ કાર્યથી પ્રસન્ન થઈને સરકારે એમને સન ૧૮૬૨માં અમદાવાદમાં આસિ. જ તરીકે સિવિલ સર્વિસમાં દાખલ કરી નીમ્યા હતા, પણ તે નિમણુંક સામે ગોરા સિવિલિયનેએ વિરોધ કરતાં, તેમને મુંબઈ સ્મિલ કેઝ કોર્ટમાં પાછા જવું પડયું હતું, જે કે આર્થિક દૃષ્ટિએ થેડે લાભ મળ્યો હતો. ત્યાંથી સન ૧૮૬૭માં તેઓ ફરી અમદાવાદની સ્મોલ કૅઝકેર્ટના જજ ભાઈ આવ્યા અને સન ૧૮૭૬ માં નાશિકના જોઈન્ટ જજ તરીકે ગયા તેટલા સમય અહિં રહ્યા હતા. તેઓ સરકારી નોકરીથી સંતોષ માની બેસી નહેતા રહેતા પણ શહેરમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા વા તેમને અગાડી વધારવા અગ્રેસર ભાગ લેતા. તેનું વર્ણન રા. બા. રણછોડલાલે એમને - વિદાય કરતી વખતે એક મોટી જાહેર સભા અમદાવાદમાં મળી હતી તેમાં નીચે પ્રમાણે કર્યું હતું . લોકહિતવાદી, પૃ. ૧૮. » કહિતવાદી, પૃ. ૨૨. . .
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy