SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ રાજકોટ જતાં, એમની બદલી અમદાવાદમાં કરવામાં આવી હતી અને હિં આવ્યા બાદ જે સાનિક કાર્યો ભાગીલાલભાઈ કરતા હતા તે સર્વ પોતે ઉપાડી લીધાં હતાં. તેમાં સોસાઇટીનું મંત્રીપદ પણ આવી જાય છે; અને એ પદ પર એમણે લગભગ પંદર વર્ષ સુધી મમતાપૂર્વક અને ખંતથી કામ કર્યું હતું. એમના હસ્તક સાસાઈટીનું તંત્ર આવ્યા પછી ત્રીજા વર્ષમાં જ સાસાઇટીએ કેટલી પ્રતિ કરી હતી, તેના નીચે પ્રમાણે આંકડા આપી જણાવાયું હતું કે “ એ રીતે સરવે બાબતમાં વધારો કરયા; અને આ પુસ્તકખાનાની ઇમારત વિશે પણ તેમણે ઘણી મહેનત લીધી છે માટે આ શેહેરના લોકો ઉપર એ સાહેબના ઘણા જ ઊપકાર થયા છેઃ સાસાઈટીમાં પ્રથમ કેટલું હતુ. ચાંપડીએ ૯૦૦ મેખરા ૩૩ વરસની પેદાશ રૂપૈયા પ હાલ કેટલું છે. ૨૦૦૦ ૧૧૦ ૪૦૦” સાસાઇટીમાં સારા કાર્યકર્તાના અભાવે તેનું કામકાજ શિથિલ થઈ પડતાં, કવિ દલપતરામને આસિ. સેક્રેટરી તરીકે આણુવામાં એમના જ હાથ હતા; અને સરકારી કેળવણી ખાતા સાથે સહકાર કરી સસ્તાં પુસ્તકા છાપી આપવાં, તેમ આસિ. સેક્રેટરીની સેવા વાચનમાળા તૈયાર કરવામાં, કાવ્યદોહન રચવામાં, વ્યાકરણ વગેરે લખાવવામાં એએ અંગભૂત હતા એમ કહી શકાય; એટલુંજ નિહ પણ સાસાટીની આર્થિક સ્થિતિ મજબુત કરવામાં એમણે ખાસ પ્રયાસ કર્યાં હતા. સાસાઈટીનું મકાન કરાવવા માટે નગરશે પાસે કવિ દલપતરામને એમણે માકલ્યા હતા. શેઠ સારાબજી જમશેદજી અત્રે પધારતાં, તેમની મુલાકાત લેવાને પણ એમણે જ સૂચવ્યું હતું; અને કવિ દલપતરામે “નાણું ચપળ છે” એ શિર્ષક હેઠળ સન ૧૮૭૨ માં બુદ્ધિપ્રકાશમાં લેખ લખતાં, એમનાં કાય` વિષે નીચે પ્રમાણે વિવેચન કર્યું છેઃ “ આ દેશના કાયદા વાસ્તે મહેરબાન એ. કે. ફાર્બસ સાહેબે આ સોસાઈટી સ્થાપી. અને તે ભાંગી પડે એવી હતી તેને ટી. બી. કટીસ સાહેલ્મે મજબુત કરીને સાત હજારની પુંછ હતી તે ખતરીશ હજારની કરી આપી, અને પેાતાની ગાંઠના રૂ. ૧૦૦) ટીપમાં ભરીને, ખીજા પાસે ભરાવ્યા, તથા ઘણું દીલ રાખીને વગર પગારે પદર વર્ષ સુધી સાસાઈટીનું - બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૫, પૃ. ૧૫૮,
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy