SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ છેક સન ૧૮૭૦ સુધી ઉપર ટકેલા નિયમ મુજબ સેસાઈનું કામકાજ થયે જતું; પણ સમય જતાં, અને કેળવણીને પ્રચાર વધતાં, તિની પ્રવૃત્તિથી જનતા પરિચિત થતાં, તેમાં વધુ પ્રમાણમાં રસ લેવાવા માંડે અને તેને વહિવટ નિયમિત અને ચોક્કસ થાય તે માટે તેના સંચાલને તેનું બંધારણ નવેસર વિચારી સુધારવાની જરૂર જણાઈ તદનુસાર સન ૧૮૭૦ ની વાર્ષિક સભામાં સેસાઇટીના ધારાધોરણ એકત્ર કરી અને જરૂર જણાય એવા નવા ઘડી, તેને ખરડ મેનેજીંગ કમિટીને રજુ કરવા દરખાસ્ત મુકાઈ હતી અને તે સર્વાનુમતે પસાર થઈ હતી. - સદરહુ બંધારણને ખરડો તા. ૨૩મી ડિસેમ્બર ૧૮૭ર ની વાર્ષિક સભામાં મંજુર કરવામાં આવ્યો હતો. અને તે પ્રકરણને અંતે પરિશિષ્ટ ૬ માં માહિતી અર્થ આપવામાં આવ્યા છે. ત્યારબાદ સન ૧૮૭૬ માં ર. સા. મહીપતરામે સાઇટીમાં ઓનરરી સભાસદો નિમવાનું એક નવું આવકારદાયક તત્વ ઉમેર્યું હતું. એમની સુચના-દરખાસ્ત નીચે પ્રમાણે હતી: મિ. મહીપતરામે દરખાસ્ત કરી કે જેવી રીતે બીજી વિદ્યા સંબંધી અને હુન્નર સંબંધી મંડળીઓમાં નરરી મેમ્બર કરવાને ધારે હોય છે, તે ધાર આ સંસાઈટીમાં હોય તે વિદ્વાન, બુદ્ધિમાન અને પરોપકારી અથવા એવા પરોપકારી અથવા એવા બીજા ગુણવાળા, કે જે સોસાઈટીમાં દાખલ થવાથી ઉપયોગી થઈ પડે, તેવા માણસોને માનની ખાતર મેમ્બર બનાવવામાં આવે. અને તેવા માણસ વિષે એક મેંબર દરખાસ્ત કરે અને તેને મેનેજીંગ કમિટી મંજુર કરે. એ વાતને રા. બા. ગોપાળરાવ હરીએ અનુમત આપ્યું.” અને એ સૂચના તુરતજ અમલમાં મુકાઈ હતી. એ માન મેળવનાર પ્રથમ સભ્યો રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ અને સાંકળેશ્વર આશારામ હતા. બન્નેને સંબંધ શરૂઆતથી સોસાઈટી સાથે હતે. તે પછી બીજા બે સભ્યો પરપ્રાન્તીય પસંદ કરવામાં આવ્યા હતા, અને તે રા. સા. શંકર પાંડુરંગ પંડિત અને માધવરાવ મરેશ્વર કુતે હતા, જેમની વિદ્વત્તા જાણીતી છે. સાઈટીના વાર્ષિક સભાસદનું લવાજમ પ્રથમ રૂ. ૧૦) હતું, તેના નવા બંધારણમાં રૂ. ૫)નું કરવામાં આવ્યું હતું અને સાઇટીને લાભ પૈસાના * ગુ. વ. સંસાઈટીને ૧૮૭પ ને રીપોર્ટ, પૃ. ૨, ૩.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy