SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પછી તેની અકેકી નકલ મેહેરબાન ડાયરેકટર સાહેબની તરફ સાસટીના સેક્રેટરી રા. બા. ગોપાળરાવ હિર દેશમુખે એક અંગ્રેજી લેટર સાથે મેકલીને લખ્યું કે આ દરેક ચેાપડીની કેટલી નકલા મદદ દાખલ આપ રાખશે! ? તેના ઉત્તર એવા લખાઈ આવ્યા કે દૈવન દર્પણની એક હજાર નકલો સરકાર ખાતે રાખીશું. અને બાકી બીજી ત્રણની અમારે જરૂર નથી. તેથી દૈવન દર્પણુની તરત બીજી આવૃત્તિ છપાવવી પડી, અને બાકી છપાવેલી ચાપડીને ચતુથાશ પણ હજી સુધી વેચાઈ ગયા નથી. મરાઠી ભાષામાં કાઇ વેદના અનાં ચેાપાનીઆં પ્રગટ કરે છે; કાઈ પગ્દર્શન ચિંતનિકાનાં ચેાપાનીઆં પ્રગટ કરે છે; અને કાઈ તુકારામ અને રામદાસ વગેરે જીના કવિઓની કવિતાનાં પુસ્તકો વગેરે પ્રગટ કરે છે અને દર સાલ પાંચસાત રૂપીઆ ભરવાના હોય છે તાપણ તેમને જોઇએ તેટલાં ઘરાક મળે છે. અને ગુજરાતીમાં જુનાગઢમાં વેદાદિપક ચેાપાની નીકળવા લાગ્યું હતું તેની ઘેાડી કીમ્મત છતાં ઘરાકો મળ્યા નહિ તેથી ભાગી પડયું. તેમજ કેટલાએક ગુજરાતીઓએ પુસ્તકા રચીને રાખેલાં છે પણ તેને છપાવતાં હીંમત ચાલતી નથી. નગરખંડનું પુસ્તક સંસ્કૃતમાં છે તે ઉપરથી એક વિદ્વાને ઘણી મેહેનત લઇને ગુજરાતીમાં તરજુમા કર્યાં ને પ્રગટ કરવા સારૂ સાસટી તરફ માકલ્યા. નાગરાની ઉત્પત્તિ સંબંધી તેમાં વાત છે અને નાગરો ઘણા શ્રીમંત તથા વિદ્વાન ગણાય છે તેથી એવું ધાર્યું કે ૩૦૦ સહી તા તરત થઈ આવશે. એમ ધારીને બુદ્ધિપ્રકાશમાં બે ત્રણ વાર જાહેર ખબર છાપી, અને લખ્યું કે એછામાં ઓછાં ૩૦૦ ધરાકા થશે તો તે પુસ્તક છપાવીશું અને કીંમત રૂ. ૨) રાખી હતી; પણ લખવાને દીલગીરી છે કે ઘણી મુદતે મૂક્ત ૨૫ સહીઓ થઇને આવી, તેથી તે છાપવાનું કામ બંધ રહ્યું અને પુસ્તક તે ધણીને પાછું આપ્યું. આવી રીતે થાય ત્યારે પુસ્તક પ્રગટ કરનારાઓના મનમાં હીંમત શી રીતે વધે ? ” પુસ્તક વૃદ્ધિ વિષે જાહેર ખબર× “ સને ૧૮૭૮ તા. ૩ જી માહે માર્ચ ગુજ. વર્નો. સાસૈટીની મેનેજિંગ [મટી મળી હતી. ત્યાં એવી વાત નીકળી કે ગુજરાતી ભાષામાં ઉપયાગી * બુદ્ધિ પ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૬૯ થી ૭૧, * "બુદ્ધિ પ્રકાસ, સન ૧૮૭૮, પૃ. ૯પ-૬,
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy