SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ “ ગુજરાતી ભાષામાં જેટલી ચેાપડીએ છપાય, તે બધી ચાપડીને સાસાઇટીના આશરાને હક છે, એમ લોકો સમજે છે, તે ભૂલભરેલું જણાય མ་འ མཐ છે. ગુજરાતી વિદ્યાના લાભમાં જે પુસ્તક ગણાશે, તે પુસ્તકને ખની શકશે ત્યાં સુધી સાસાઇટી હંમેશાં આશરેા આપશે. પણ પોતાનું નાણું ઉડાવી દેવા માટે આશરે આપી શકતી નથી. સાસાઇટીના હેતુ જે કા` સાધવાનેા છે, તેને વધારે ફાયદો કરવામાં નાણું ખરચવાની અગત્ય છે. ” વળી છેકરાઓને વાચન માટે અભિરુચિ ઉત્પન્ન થાય અને તેમને લખવાને અભ્યાસ પડે, તે અર્થે કોઈ મુકરર પુસ્તકમાં પરીક્ષા લેવાની તેમ કોઈ અંગ્રેજી પુસ્તકમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવી, યોગ્ય ઉમેદવારને ઇનામ આપવાની ચેાજના કરવામાં આપી હતી; અને તેના લાભ ગુજરાતી અને અંગ્રેજી બંને શાળાના વિદ્યાર્થીએ લેતા. પહેલે વ 66 ઋતુ ” વિષે નિબંધ લખાવવામાં આવ્યા, જે વિષે પૂર્વે કહેવાયું છે અને તેમાં ઉત્તીણ થનાર વિદ્યાર્થીએની સ ંખ્યા ઈંગ્રેજી સ્કુલમાં છ અને ગુજરાતી શાળામાં પ ની હતી. સન ૧૮૭૬ માં રા. સા. મહીપતરામ નીલકંઠે સરદાર ભેાળાનાથ સારાભાઈના અનુમાદનથી એવીજ મતલબની દરખાસ્ત વાર્ષિક સામાન્ય સભામાં રજી કરી હતી, કે “ અમદાવાદમાં અને બીજી જગાએ નિશાળમાં અભ્યાસ કરતા કરા અથવા છેકરીઓને મેનેજીંગ કમિટી પાતે અથવા પોતાના તરફથી જે માણસને તે કામ સોંપે, અને તેને જે ચેાગ્ય લાગે તે પ્રમાણે પુસ્તકોનું ઈનામ જાહેર સભા ભરીને પ્રસંગેાપાત આપવું ” અને એ સૂચના સર્વાનુમતે સ્વીકારાઈ હતી. "" પણ જેમ સોસાઇટીના કામકાજનું ક્ષેત્ર વિસ્તાર પામતું ગયું અને કેળવણીને પ્રચાર વધતા ચાલ્યા તેમ આ પ્રતિ એઠું ધ્યાન અપાવા માંડયું; છતાં સન ૧૮૭૨ માં એક નવીન પ્રયાગ કેટલાક સભ્યાની સૂચના પરથી શરૂ કર્યાં અને તે વકતૃત્વ કળા ખીલવવાના હતા. વકતૃત્વની હરીફાઇમાં જેએ ઉંચે નબરે આવે એવા પ્રથમ ત્રણને રૂ. ૨૫, ૧૫ અને ૧૦ એ અનુક્રમે રોકડ ઇનામ આપવાની વ્યવસ્થા કરી હતી અને જેમની ઇચ્છા રોકડ નાણું ઇનામમાં લેવાની ન હોય તેમને સેાસાઇટી એક રૂપાના ચાંદ આપતી હતી. એ ચાંદ પર નીચેના શબ્દો કાતરવામાં આવતાઃ * જુએ ગુ. વ. સા. ના પચાસ વર્ષોંને રીપેા` સન ૧૮૪૮ થી ૧૯૯૮, પૃ. ૭૦, - સન ૧૮૭૫ ને! વાર્ષિક રીયા', પૃ. ૩.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy