SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ માટે વાર્ષિક લવાજમ રૂપિયે એક ઠરાવ્યું અને તેના કાર્યકર્તાઓને માલુમ પડ્યું કે એ માસિકની માગણું અને કદર થાય છે ત્યારે તેની પૃષ્ટ સંખ્યા સન ૧૮૫૫ માં વધારી અને તે ત્રણ ફરમાનું એટલે કે ૨૪ પૃષ્ટનું કર્યું. તેનું વાર્ષિક લવાજમ અગાઉથી આપે તેમને માટે રૂપિયા એક અને પાછળથી ભરે તેમના માટે રૂપિયે દેઢ રાખ્યું. કવિ દલપતરામે તેનું સુકાન હાથમાં લીધું ત્યારે તેને ફેલાવે ૬૦૦ નકલને હતે. શરૂઆતમાં સસાઈટીનું પિતાનું પ્રેસ હતું, તેમાં “વર્તમાન” પત્ર નિકળતું ત્યારે એ માસિકની બેટ માલુમ પડતી નહિ, પણ જ્યારે સોસાઈટીનાં પ્રેસ કાઢી નાખ્યા અને કોન્ટ્રાક્ટથી કામ લેવાવા માંડ્યું ત્યારે બુદ્ધિપ્રકાશ પાછળની બેટ ખેંચવા માંડી. સને ૧૮૬૦ ના રીપેટમાં તેની બેટ આશરે રૂ. ૩૩૩ બતાવેલી છે અને તેણે દશમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યાં સુધી તેની એવીજ આર્થિક સ્થિતિ રહી હતી. કવિ લખે છે, “હાલ બુદ્ધિપ્રકાશ ૬૦૦ ખપે છે, પણ આ વર્ષમાં (સન ૧૮૬૩) ઘરાક વધવાની આશા છે. અમે સર્વ લોકો પાસે મદદ માગીએ છીએ કે ઘરાક વધારવાની તસદી મેહેરબાની કરીને લેવી. બુદ્ધિપ્રકાશનું ખર્ચ તે ઉપજમાંથી પુરૂં થતું નથી. પણ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તેનું ખર્ચ પુરૂ કરે છે.” બીજે વર્ષે એટલે સન ૧૮૬૪થી બુદ્ધિપ્રકાશ ટાઈપમાં છપાવું શરૂ થયું; અને તે માટે “અમદાવાદ યુનાઈટેડ પ્રેસ” નામની કંપની કાઢવામાં આવી હતી; અને અમારી ભૂલ થતી ન હોય તે એ પ્રથમ ટાઈપનું કારખાનુંપ્રેસ-હતું. તે સ્થાપવામાં સોસાઈટીના કેટલાએક નોકરને હાથ હતે અને એક રીતે તે સોસાઈટીમાંથી ફણગો ફૂટયો એમ કહીએ તો ચાલે. સન ૧૮૬૮ માં શાસ્ત્રી વૃજલાલ તેના કામચલાઉ તંત્રી નિમાતા, એમણે માસિકને શરૂઆતને શેડોક ભાગ બાળબોધમાં છાપવાનું આરંભ્ય હતું. એક લિપિ વિસ્તાર પ્રચાર કામ કરનારાઓને એ વિષયમાં આ પ્રથમ પ્રયોગ હવે એ નેધવા જેવું છે. નવી ગઠવણ થયા પછી બુદ્ધિપ્રકાશના ફેલાવામાં સુધારે થતું જણાય છે. સન ૧૮૬૮ માં તેની ૧૦૦૦ પ્રતિ નિકળતી હતી અને સન ૧૮૬૯માં ૧૧૦૦; અને તેને બને તેટલું સ્વાશ્રયી અને પગભર કરવાને * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૩, પૃ. ૪. * તે વખતના શિલા છાપના પ્રેસે માટે જુએ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૪, પૃ. ૪. + જુઓ ગુ. વ. સંસાઈટીને રીપોર્ટ, સન ૧૮૬૦, પૃ. ૧૨.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy