________________
૧૫૦
વાચકબંધું જોઈ શકશે કે આ અખતરે એક પ્રકારનું જ્ઞાનસાધનવાચન જનતાને પૂરું પાડી, તેની સેવા કરવાનો હતો, પણ તે અલ્પ આયુષ્યવાળ નિવડ્યો હતે; છતાં એ પ્રવૃત્તિ પડી ભાંગી નહિ. વિદ્યાભ્યાસક નામની નવી મંડળી સ્થપાઈ તેણે એને ફરી સજીવન કર્યું અને તે કાર્યમાં સોસાઈટીની સહાયતા મેળવી.
આ પ્રમાણે સન ૧૮૫૪ ના માર્ગમાં વિદ્યાભ્યાસ મંડળે તે હાથમાં લીધું અને પહેલે અંક એપ્રિલમાં બહાર પાડે, ત્યારથી બુદ્ધિપ્રકાશ સતત નિકળતું રહ્યું છે. એ સમયની વસ્તુસ્થિતિ સમજવાને અને એક નેધ તરીકે એ મંડળે જે નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું તે મહત્વનું હોઈને તે નીચે આપીએ છીએ.
પ્રસ્તાવના. આ બુદ્ધિપ્રકાશ નામનું ચોપાળ્યું બુદ્ધિપ્રકાશ નામની મંડળીઓ ચલાવ્યું હતું તે વરસ દહાડેકની મુદત સુધી ચાલ્યું પણ પછી એ મંડળીના બેસનારા પિોતાના કામસર છુટા પડયાથી એ ચોપાળ્યું ભાગી પડયું. હાલમાં વિદ્યા
ભ્યાસક મંડળીની નજરમાં એવું આવ્યું, જે આ દેશના લોકોને વિદ્યા ભણવાની કહીએ તેવી હોંશ હજુ સુધી પેદા થઈ નથી. માટે જુદી જુદી વિદ્યાની ચોપડીઓ લેવાનું ખરચ કરતાં લોકો લગીર વિચાર કરવા જાય છે. પણ થેડામાં ઘણું થાય, એટલે તેને થોડું ખરચ ને બહુ ફાયદો થવાને માટે આ ચોપાખ્યું છપાવું ધારયું. પણ એ પાન્યાનું ખરચખું ટણ કરવાને સારૂ આ મંડળીની શકતી નહોતી તેથી એવી મદત વર્નાક્યુલર સોસાઈટી પાસે માગી તેથી એ સોસાઇટીએ મેરબાની કરીને અમને મદત આપી. તેથી આ ચોપાનું શરૂ કર્યું છે. મેં એ પાવાની તકતી આગળના બુદ્ધિપ્રકાશ પાન્યાના જેટલી થશે ને તેમાં પૃષ્ટ ૧૨ હાલમાં આવશે. ને જે તેહેનેં સારી પેઠે આશરે મળશે તો એકદમ ૧૬ પૃષ્ટ થશે. આ ચેપાવાનું નામ પણ બુદ્ધિપ્રકાશ જ રાખ્યું છે, તે દર મહીને એકવાર નીકળશે પણ મહીનામાં બે વાર નીકળવાને સુમાર સ્વદેશીઓની મદત ઉપર છે, ને વળી ક્યાં ગરીબ કે ક્યાં તાલેવાન સરવ લોકને આ પાનું લેવાનું સેલ પડે માટે તેહેની કીમત અગાઉથી આપે તે વરસ દહાડે રૂ. બા નેં પાછળથી આપે તે વરસે દહાડે રૂ. ૧)નેં છુટક એક રાખે તે તેને આને એક એ રીતને ભાવ કરાવ્યો છે. આ પાન્યામાં ઘણું કરીને નીચેની બાબતે આવશે.
ઇતિહાસ એટલે આગળના રાજા કણ કણ હતા, તેમના રાજ્યમાં