SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસરેલી અને જાણીતી હતી. એમની એ ગરબીએએ તા અનેક સ્ત્રી પુરુષોને ઘેલાં કર્યા હતાં; અનેકના વનમાં રસ અને આનંદ, કંઇકને મેાજ્લા અને શાખાન બનાવ્યા હતા. આમ એમની લાકપ્રિયતા અને નામના ઘેાડી ન હતી. પાદરા પાસેના માસરના વૈશ્ય કવિ ગીરધરે કૃષ્ણજન્મની કથા અને રામાયણ, લાકચિ સાખવા રચ્યાં હતાં. અમદાવાદના કૃષ્ણરામ મહારાજ, જેએ દક્ષિણમાં જઈ આવેલા હાઇ, એમના પર રામદાસ સ્વામિના લખાણ અને જીવને પ્રબળ અસર કરી હતી, તેને પ્રચાર અહિં ગુજરાતમાં કરવા તે ઉત્સાહિત હતા. સંડેશરના પ્રીતમદાસ પણ જીવન મેધ કરવા વન મેાક્ષને માર્ગ અતાવતા ભજન, પદે અને આખ્યાને રચી, પ્રજાને અમૃત પાન કરાવતા હતા. અમદાવાદ તળના એ ભાઇએ સુખરામ અને લારામ અભિમન્યુ આખ્યાન અને સગાળશા આખ્યાનના કોં—મહાભારત, રામાયણની કથા ગાઇ સંભળાવી લોકનાં મન ર્જન કરતા હતા. અમદાવાદ પાસેના વેગણપુરવાસી રઘુનાથનાં પદા સ્ત્રી પુરુષો અદ્યાપિ ગાઇ, તેનું નામ ચિરંજીવ રાખ્યું છે; તેમ જુનાગઢના રણછેડજી દિવાન અને ત્રિકમદાસે રચેલું ભક્તિ સાહિત્ય અવગણવા જેવું નથી; તેમજ પરંપરાથી ઉતરી આવતું સાહિત્ય . ખાસ કરીને, નરસિંહ, પ્રેમાનંદ અને સામળની કૃતિએ, અને રામાયણ, મહાભારત તથાં ભાગવતના પ્રાકૃત અનુવાદો, એ સઘળુ લાકની રસવૃત્તિ, ધમ જિજ્ઞાસા અને ભાવનાને તૃપ્ત કરતું અને પોષતું હતું. આમ તે વખતે જ્ઞાન પ્રાપ્તિની ઝાઝી સુગમતા નહિ; જ્ઞાનનાં સાધના પણ છૂટાંછવાયાં—વિખરાયલાં અને મુશ્કેલીએ સુલભ થાય તેવાં; પ્રવાસ પણ યાત્રા નિમિત્તે અને તે પ્રમાણમાં અલ્પ; બહારની અસર થાડી; માત્ર પ્રાચીન સંસ્કૃતિને આછે—પાતળા પ્રવાહ મદ, વહ્યા કરતા તેને ચુસ્ત રીતે વળગી રહી, જનતા તેની સ્થિત સ્થિતિમાં રાચતી. તેના પરિણામે દિષ્ટ બહુ એકમાર્ગી થઇ રહી; વિચારા પણ સંકુચિત અને આસપાસના ભય અને જાન માલની સલામતી અને સુરક્ષણના અભાવે, સ્વાર્થ વૃત્તિ વધારે તીવ્ર બનતી, એટલુંજ નહિ પણ પ્રચલિત અજ્ઞાનતા જનતાના વહેમાને અને ભ્રમજનક માન્યતાએ વધારતી અને અનિષ્ટ રૂઢિનાં બંધનો વધારે સજ્જડ કરતી હતી. એ ખરું કે તે વખતે હાલના જેવું ગદ્ય સાહિત્ય નહોતું; ઘણું ખરું લખાણ પદ્યમાં રચાતું અને ગદ્ય સાહિત્યનું લખાણ નિર્માલ્ય, ઢંગ ધડા વિનાનું, દોષવાળું જણાયાથી ફાસ સાહેબે પ્રસ્તુત પ્રકરણના મથાળે ચુકેલા અભિપ્રાય મધ્યેા હાય, એ સંભવિત છે.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy