SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાંના કેટલા શબ્દો શુદ્ધ ગુજરાતીમાં આવવાના નહીં. તેમજ કેટલાક અપ્રસિદ્ધ ધાતુઓના લોપ કરવા, કે નજર તળે કાઢી નાખવા, એ અમે વ્યાજબી ધારતા નથી; કેમકે એક તરફ પદ્ય સંબંધી વિદ્યાનું અને બીજી તરફ પ્રાંતની ભાષાઓનું આપણું જ્ઞાન એટલું થોડું છે કે આપણને ખાત્રી થઈ શકતી નથી કે કેઈ અમુક ધાતુ ઉપરથી આ ભાષામાં કે શબ્દ નિકળ્યો નહીં હોય, તેટલા માટે તમામ સ્વીકારાએલા ધાતુઓની પૂર્ણ યાદી ગુજરાતી વિદ્યાર્થીઓને જણાવવી, અને ગુજરાતી ભાષા સંબંધી દરેકની કીંમત મુકરર કરવાનું ભવિષ્યના શેધ ઉપર રાખવું એ અમને સારું લાગ્યું. ગયાં ચેડાં વર્ષમાં ગુજરાતી વિદ્યાએ ભારે ડગલાં ભર્યો છે, ને અતિ ઉતાવળથી તે વિદ્યા વધશે એવી ખાતરી થાય છે. આ બાબત પરથી એવું લાગે છે કે આ પુસ્તકમાં આપ્યા છે એવા ધાતુને સંગ્રહ વિચારવંત ગુજરાતી લખનાર અને વિદ્યાર્થીને ઉપયોગી પડશે, કેમકે વપરાતા અપ્રસિદ્ધ શબ્દોના મૂળ અને સો વસા શુદ્ધ અર્થ નક્કી કરવામાં તેઓ મદદ કરશે, અને હમેશ સુધરતી ભાષામાં તંગીને લીધે તેમને જે નવા શબ્દોની જરૂર પડશે તે શબ્દો તેમને સુઝી આવસે જેઓ એવો મત ધરાવે છે કે કે પરાયા શબ્દો ભાષામાં દાખલ ન કરવા, તેમના મતને હું કેવળ નથી. પણ હિંદુ ભાષામાં પરાયા શબ્દોના શુદ્ધ ઉપયોગ દાખલ કરવા ? એ કેટલું બધું મુશ્કેલ છે ? એવું જ્યારે કોઈને લાગે છે, ત્યારે ભાષાના શબ્દોને સાધારણ સમુદાય જે મૂળ ઉપરથી નિકળ્યો છે, તે મૂળમાંથી નીકળનારા શબ્દો વાપરવામાં સારે લાભ લેવાનો મત ધરાવવાની તેની મરજી થશે. વળી આ ખજાનામાંથી નીકળેલા નવા શબ્દો પારકી ભાષાના મૂળ ઉપરથી નીકળનારા શબ્દો કરતાં વધારે જલદીથી ભાષામાં દાખલ થઈ શકે છે.” ગુજરાતી શબ્દ સંગ્રહ. ગુજરાતી ભાષાને શબ્દોષ રચાવવાને અભિલાષ મી. ફોર્બસને સાઈટી સ્થાપી તે સમયથી હતે. પહેલા વર્ષના રીપોર્ટમાં પ્રાચીન કાવ્યોની નકલ ઉતરાવવા વિષે ઉલ્લેખ કરતાં, એમણે શબ્દકોષ માટે તેના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ રહ્યા એમના શબ્દઃ " The person employed in taking charge of the ગુ, વ. સે. ને સન ૧૮૯૮-૧૯ ને રીપોર્ટ, પૃ. ૬, ૭, ૮.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy