________________
૧૨૪
વળી એ વિદેશી વિદ્વાનને આપણી ગુજરાતી ભાષા માટે કેવું મમત્વ અને પ્રેમ હતાં એ એમના નીચેના ઉદ્ગારા પરથી સ્પષ્ટ થશેઃ
સામળાદિક ગુજરાતી કવિઓના ગ્રંથમાં જીવે. તુકે તુકે આયાસનાં પ્રમાણુ દેખાય છે. મનેાયત્ન કર્યાં પૂર્વે ગુજરાતી કાચી દેખાય પણ પછી ખરી પાશ્ની જણાશે. યત્નકારી અધુરા તે તેની ભાષા પણ અધુરી; પણ જે વાપરનારના યત્ન સંપૂર્ણ । ગુજરાતી પણ સંપૂર્ણ; હા, સણગારેલી પણ દેખાય, ગુજરાતી, આય`કુલની, સંસ્કૃતની પુત્રી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાએની સગી ! તેને કોણ કદિ અધમ કહે.'
""
66
66
પ્રભુ એને આશિર્વાદ દેજો. જુગના અંત લગી એની વાણીમાં સવિદ્યા, સદ્નાન, સહના સુખેધ હો, અને પ્રભુ કર્યાં ત્રાતા, શોધક એનું વખાણુ સદા સુણાવજો. ”
સન ૧૮૬૭ માં એ વ્યાકરણ પ્રસિદ્ધ થયું ત્યારે એને હ પૂર્વક વધાવી લેવામાં આવ્યું હતું અને તે વર્ષોંના “ બુદ્ધિપ્રકાશ” માં તેની સમાલોચના કરતાં ગ્રંથકર્તા વિષે જે કહેવામાં આવ્યું છે તે જાણવા જેવું હાઇને, તેટલા ભાગ અહિ આપીએ છીએઃ
ગૂર્જરદેશમાં પણ ન્હાનાં વ્યાકરણ થતાં થતાં હવણાં માઢુ ટેલર વ્યાકરણ થયું છે. ટેલર સાહેબ યદ્યપિ ઈંગ્રેજ છે, પણ તેમણે ગૂજર ભાષા વિષે વધારે જ્ઞાન મેળવ્યું છે. એ સાહેબ લાટીન જેવી મેટી ઘણી ભાષાઓ જાણે છે, તથા ભાષાઓનાં વ્યાકરણાનાં મૂળ તત્વ સમજે છે; તેણે કરીને ગુર્જર ભાષાના વ્યાકરણમાં એમણે વ્યાકરણના મૂળતત્વ જણાવ્યાં છે. ટેલર વ્યાકરણ વાંચનારાઓને વ્યાકરણ સંબધી જ્ઞાનમાં ઘણાજ વધારો થશે. ગૂર્જરભાષા મૂળ સ ંસ્કૃત વિકાર પામીને થઇ છે. એ વાતનું ટેલર સાહેબને સારૂં જ્ઞાન છે, તેથી તેમણે પોતાના વ્યાકરણમાં સંસ્કૃત ઉપરથી ગુજરાતી શબ્દો થયાનાં ઉદાહરણ ઘણે ઠેકાણે લખ્યાં છે. ઈંગ્રેજ લોકોમાં એક માટે સદ્ગુણ એ છે કે, જે જણ જે કામને! આરંભ કરે છે, તે જણુ તે કામની પરિસમાપ્તિ લગી તેમાં મડયો રહે છે. ટેલર સાહેબ ઘણા વર્ષથી તળ ગુજરાતમાં રહે છે, અને ગુજરાતના લોકોના પરિચયથી તેમણે ગુજરાતી ભાષાનું જ્ઞાન સંપૂર્ણ મેળવ્યુ' છે. એ સાહેબ જે વેળાએ ગુજરાતી ભાષામાં ખેલે છે, તે વેળાએ કાઈ જાણે જે આ તે ગુજરાતી જ છે પણ પરદેશી છે
* ટેલરના ‘ ગુજરાતી વ્યાકરણ 'ની પ્રસ્તાવના–ત્રોજી આવૃત્તિ, ૧૮૯૩,
66