SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૫. મેહેરબાન હાવ સાહેબે હાથે લખાયલા કાવ્યદાહનની પહોંચ કબુલ કરતી વખતે કવિ દલપતરામના શ્રમના પેટામાં તેમના ઉપર રૂ. ૫૦૦) મેકલ્યા. પહેલા કાવ્યદોહનની પહેલી આવૃત્તિની માત્ર ૧૦૦૦) નકલે છપાવી પ્રગટ કરવામાં આવી હતી, તે થાડા માસમાં ખપી ગઈ, તેથી ખીજી આવૃત્તિ કરવામાં આવી તેની ૨૦૦૦) નકલા છપાવી હતી. ” વળી સદરહુ સંપાદન કાર્ટીમાં કવિ દલપતરામનું દષ્ટિબિન્દુ જાણવા સમજવાને એ બે ભાગમાં જે પ્રસ્તાવના એમણે લખી છે, તેમાંના ઉતારે લખાણના ભયે નહિ કરતાં, પ્રાચીન કાવ્ય સાહિત્યના અભ્યાસીને તે બેઈ જવા વિનતિ કરીશું.× એ પછી સન ૧૮૭૫ માં “ કાવ્ય સક્ષેપ ’” નામથી ગુજરાતી કાવ્યદોહનનું ૩ જ પુસ્તક મે. ડાયરેકટર સાહેબની આનાથી, રા. રા. મહીપતરામની દેખરેખ હેઠળ કવિશ્રીએ ચેાજ્યું હતું અને તે બદલ એમને રૂા. ૩૫૦ નું પારિતોષિક આપવામાં આવ્યું હતું. તે પુસ્તક બાળભેાધ લિપિમાં છાપવામાં આવ્યું હતું અને તેની સરકારે ૬૦૦૦ પ્રત કઢાવી હતી, સન ૧૮૭૫ના રીપોર્ટના શબ્દો વાપરીએ તે “એ પુસ્તકમાં ફક્ત ત્રણુજ કવિયેાની કવિતા લીધી છે. તેમાં પ્રથમ ગીરધરકૃત રામાયણમાંથી કેટલીએક કવિતા ઇતિહાસ દાખલ છે, તેમાં અસલના અયેાધ્યાના રામની વાત છે. તે પછી લજ્જારામકૃત અભિમન્યુના આખ્યાનમાંથી કેટલાએક ભાગ લીધે છે. તે પછી શામળભટના વિવિધ વિષય તથા પદ્માવતીની વાર્તા સંક્ષેપમાં લીધી છે. એ વાર્તામાં સતિયા સ્વયંવરથી પરણેલી એ ચાલ ધણે વખાણવા લાયક છે. એમાં અટિત શૃંગાર રસ નથી પણ યોગ્ય રીતે શૃંગાર રસ છે. એ ત્રણે કવિઓની કવિતામાંથી ધમને લગતાં વાક્યા તથા અધટત શૃંગાર રસને લગતાં વાક્યા આમાં લીધાં નથી. માટે એ પુસ્તકનું નામ ‘ કાવ્ય સંક્ષેપ ’ રાખ્યું છે. ”: ઉપરનાં વાક્યામાં વિક્ટોરિયન યુગના ધમ નીતિ અને શૃંગાર રસ વિષે જે વિચારો પ્રવર્તતા હતા તેને સાફ પડધાજ સંભળાશે. * ગુ. વ. સેાસાઈટીનેા વાર્ષિક રીપોર્ટ સન ૧૮૬૦ થી ૧૮૬૪, પૃ.૭ થી ૧૯ * જીએ “ ગુજરાતી કાવ્યદાહન ” સન ૧૮૮૯ ની બીજી આવૃત્તિ. હું જુએ ગુ. વ. સેાસાઈટીના રીપા સન ૧૮૭૫, પૃ. ૯-૧૦.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy