SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦. ગણી શકાય. કવિ દલપતરામે તેને “કાવ્યદેહન” નામ આપ્યું છે. મારા મત પ્રમાણે આ નામ ઘણું શોભતું છે. ૩. પ્રતાવના, અનુક્રમણિકા, તથા કઠણ શબ્દના કેશ સુદ્ધાં, હાથે લખાએલાં કાવ્યદેહનનાં ૫૦૦ પૃષ્ટ થયાં છે. જ્યારે તે છપાશે ત્યારે તેનાં ભરાઠી નવનીતનાં પૃષ્ટ જેવડાં ૪૦૦ થશે. એના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે. તે પ્રત્યેક સંપૂર્ણ છે. તેની અનુક્રમણિકા કાળના ક્રમ પ્રમાણે ગઠવવામાં આવી છે. ૪. ૧૦૬ કવિયેનાં પુસ્તક જાણ્યા પ્રમાણે છતમાં છે. તેમાંની સરસ 'ઉપગી કવિતા લેવામાં આવી છે. તે કવિયોનાં નામની ટીપ સાથે તેમની જન્મભૂમિ, રહેવાસ અને તેમને લગતી બીજી કેટલીક બિન મળી શકી, તે આ કાવ્યદોહનમાં દર્શાવેલું છે. આગળ કઈ સમય ઉપર અમે આ કવિયાનાં નામની સંપૂર્ણ ટીપ આપવાની આશા રાખીએ છિયે, પણ હવણ જેટલાં નામની ટીપ આપી છે તેટલી તૈયાર કરતાં ઘણું મહેનત પડી છે. ૫. આ ટીપમાં પ્રથમ નામ કાઠીઆવાડમાં જૂનાગઢના નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતાનું છે. તે પંદરમા સૈકામાં થયા. તે ગુજરાતી કાવ્યને પિતા નહિ હશે તે, જેટલા કવિના ગ્રંથ હયાત છે, તેમાં જૂનામાં જૂને કવિ છે, એટલું તે સહુ કઈ માન્ય કરે છે. તેણે કૃષ્ણનાં વખાણ વિષેનું હારમાળા નામનું મુખ્ય પુસ્તક શુદ્ધ ગુજરાતીમાં રચેલું છે, તેમાં સંસ્કૃત શબ્દ ઝાઝા નથી. તે સંવત ૧૫૧૨ અથવા સન ૧૪૫૬ માં રચાયું હતું. આ કાવ્ય કદાપિ સર્વોપરી નહિ હશે, તે પણ ઘણું જ લોકપ્રિય છે, અને ગુજરાતી સ્ત્રીઓને તે બહુ વહાલું લાગે છે. ૬. તેના પછી તુળશદાસ, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ અને શિવદાસનાં નામ ટીપમાં આવે છે. તેમના ગ્રંથમાં સન ૧૫૫૮, ૧૫૬૨, ૧૫૯૮, ૧૬૦૧ અને ૧૬૧૭નાં વર્ષ દીઠામાં આવે છે. કવિના ગ્રંથમાં મારા ધાર્યા કરતાં થોડા સંસ્કૃત શબ્દ ભાળવામાં આવ્યા અને મને લાગે છે કે, ઉરદુ શબ્દ તે એકે નથી. વિષ્ણુદાસના મુખ્ય ગ્રંથ સંસ્કૃત રામાયણ અને મહાભારતનાં ગુજરાતી ભાષાંતર છે. ૭. ત્યારપછી પ્રેમાનંદ ભટ, સામળભટ, વલ્લભટ, અને પ્રીતમદાસ થયા. તેમની ભાષાની શુદ્ધતા તથા તેમણે ઘણાં પુસ્તક રચ્યાં છે, એ બહુ વાતથી, તેઓ ગુજરાતના કવિયામાં નામાંકિત ગણાયેલા છે. તેઓ સન ૧૬૭, ૧૭૨૫, ૧૭૩૪, અને ૧૭૮૨ માં થયા.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy