SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ હાલ એવો વિચાર છે કે એક શબ્દ બે રીતે લખવું નહીં, એકજ રીતે લખો.* એ કૂટ પ્રશ્ન એટલેથી અટકેલે નહિ. સદરહુ વાંચનમાળાને નવેસર સુધારી સ્ટીરીઓ ટાઇપમાં છાપવાનો નિર્ણય થયો ત્યારે તેની જોડણી ફરી જોઈ જવા એક કમિટી નિમાઈ હતી, જેમાં સરકારી અધિકારીઓ સાથે તે વખતના અગ્રગણ્ય વિદ્વાનોને દાખલ કરવામાં આવ્યા હતા, એટલે તેમની ભલામણો સામાન્ય રીતે સર્વમાન્ય થઈ હતી; અને સરકારે પણ તે નિયમ કેળવણુ ખાતા માટે મંજુર કર્યા હતા. તેને બહોળી પ્રસિદ્ધિ આપવા આ નિયમે ડિસેમ્બર સન ૧૮૬૮ ના “ગુજરાત શાળાપત્રમાં તેમ “બુદ્ધિપ્રકાશ'માં મી ટી. બી. કર્ટિસની સહીથી છાપવામાં આવ્યા હતા. તેઓ ઉત્તર વિભાગના એજયુકેશન ઇસ્પેકટરના હોદ્દા પર હતા; તેની સાથે સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે પણ કામ કરતા હતા. જોડણુને ઉકેલ આણવામાં આ પ્રથમ પ્રયાસ હતું અને તે રીપોર્ટને આપણું ભાષા સાહિત્યના ઇતિહાસમાં સ્થાન છે, એટલું જ નહિ પણ એ વિષયના અભ્યાસીએ તે જે વિચારો ઘટે છે અને તે સુલભ કરવાના હેતુથી તે આખો ફરી છાપીએ છીએ. | ગુજરાતી ભાષાની જોડણીના નિયમો સરકારી ગુજરાતી નિશાળોમાં સાત ચોપડીઓ ચાલે છે તે સ્ટિરિઓ ટાઈપમાં છપાવવાને મનસુબાથી તેઓને તપાસી જઈ સુધારવાને સર એ. ગ્રાંટ, ડિરેકટર ઓફ પબ્લીક ઇન્સ્ટ્રકશને, મેહેરબાન સુરત જીલ્લાના કલેકટર હેપ સાહેબ, રાવ સાહેબ મોહનલાલ રણછોડદાસ, રાવસાહેબ મહીપતરામ રૂપરામ તથા રાજેશ્રી નંદશંકર તુળજાશંકરની એક કમિટી ઠરાવી. તે ઉપરથી એ ચાંપડીએ તપાસવા બેઠા ત્યારે એવું સૂઝયું કે પ્રથમ જોડણના - નિયમ ઈ. સ. ૧૮૫૯ માં અમદાવાદની કમિટીએ ઠરાવ્યા હતા તે જોઈ જવા અને તેઓમાં જે સુધારે કર દુરસ્ત લાગે તે કરે. એ વધારે સરસ થાય માટે એ કમિટીએ નીચે લખેલા અનુભવી વિદ્વાનોને પોતાની મદદે આવવાની વિનંતિ કીધી અને તેઓ આવ્યા. * બુદ્ધિપ્રકાશ સન ૧૮૬૨, પૃ. ૨૪૪. . * ગુજરાત શાળાપત્ર, પુ. ૭, સન ૧૮૬૮-ડિસેમ્બર અંક.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy