SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ t એવી રીતે સન ૧૮૫૪ ના ઓગસ્ટ માસમાં સાઈટીના એન. સેક્રેટરી મી. કરટીસે કઈ સાર વિષય ઉપર કવિતા રચીને વિદ્યાભ્યાસક મંડળીમાં વાંચી સંભળાવવાનું નિમંત્રણ આપ્યું હતું, તે પરથી એમણે રાજવિદ્યાભ્યાસ' નામનું કાવ્ય રચ્યું હતું. તેઓ જણાવે છે, “એ વખતમાં રાજાના કુંવરોને ભણાવવાને કાંઈ પણ બંદોબસ્ત નહોતે માટે તે વાત ઘણું જરૂરની જાણીને રાજ વિદ્યાભ્યાસ નામની કવિતા રચીને સાદરેથી આવીને તા. ૪ થી સપ્ટેમ્બર સન ૧૮૫૪ને સેમવારને રોજ સભામાં વાંચી સંભળાવી.” અને એમના “રાણુજીના છંદ” સન ૧૮૫૮ માં તા. ૮ મી નવેમ્બરના રોજ મહારાણીનું જાહેરનામું સભા મળી વાંચી સંભળાવ્યું હતું ત્યારે પહેલવહેલા વંચાયા હતા. અંગ ઉધારને ઝઘડે, કવિતા વિલાસ, હંસ કાવ્ય વગેરે બુદ્ધિપ્રકાશમાં કટકે કટકે છપાયેલાં; અને સામળ શતભાઈ મી. કરટીસની સૂચનાથી સામળના ગ્રંથે પરથી ગુંથેલી. ફૉર્બસ વિરહ દલપતરામે ફૉર્બસનું અવસાન થતાં લખેલું. ગુજરાતી કાવ્યસાહિત્યમાં તે એક ઉત્તમ વિલાપિકા કાવ્ય છે; અને તે આપણને કવિવર ટેનિસનનું “ઈન મેમોરિયમ'નું સ્મરણ કરાવે છે. તેની રચના સંબંધમાં કવિ લખે છે કે, “સન ૧૮૬૫ ના ઓગસ્ટની ૩૧ મી તારીખે તેણે પૂનામાં દેહ મૂક્યું તેણે સ્વર્ગવાસ કર્યાથી મુંબઈ તથા ગુજરાતના લેકે બહુ દીલગીર થયા ને વર્તમાનપત્રમાં પિકાર. થઈ રહ્યો. તેનું નામ કાયમ રાખવા સારું હરેક ઠેકાણેથી લોકોએ આતુરતા દેખાડી. આપણું દેશી લોક સાથે તે બહુ મિત્રતા રાખતા હતા. તેની યાદગીરી રાખવા સારૂ મારા અંતઃકરણના સ્નેહના ઉભરાથી મેં આ ફાર્બસ વિરહ નામની હાની ચોપડી રચી છે.” ખરે જ, દી. બા. કૃષ્ણલાલ ઝવેરીના શબ્દોમાં કહીએ તે, “વતા હૃદયે એમણે આ કાવ્ય લખ્યું છે. વાચકનું અંતઃકરણ દવે એવા ભાવવાળી અને મિત્ર વિરહની વેદના વહન કરતી કવિતા એએ લખી શક્યા છે."* ગરબાવળી ભા. ૧” લે એમની પ્રસિદ્ધ ગરબીઓને સંગ્રહ છે અને કચ્છ ગરબાવળી” કચ્છનાં મહારાણીશ્રી નાનીબા સાહેબની ફરમાશથી રચી હતી. • જુઓ ગુ. વ. સોસાઈટીને ૫૦ વર્ષને રીપોર્ટ-પૃ. ૭૪. * ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક રતભે, પૃ. ૩૫.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy