________________
સ્ત્રીને રડતી મુકી હને આ અવળી મતિ ક્યાંથી સૂઝી ? ચાલ થયું તે ખરૂં, “હવે પાછા ઘેર ચાલ અને ત્યારૂ સંસાર સુખ ભોગવ.” લક્ષ્મણે કહ્યું કે, હવે મારે કંઈ તમારૂં સાંભળવાની જરૂર નથી. તમે કંઈ મારા માબાપ નથી. | મારા પિતા વિશ્વેશ્વર મહાદેવ છે. મારી માતા પાર્વતી છે. મારી માસી એટલે માની બહેન તે ગંગા છે. ટુડી" ભૈરવ તથા દંડપાણી એ મારા જયેષ્ઠ બંધુ છે. કાશી તથા મણિકણિકા એ મહારી બને છે અને બુદ્ધિ એજ મારી પત્ની છે, અને ખટકમ તે છોકરા છોકરી તથા દુહિતા છે એટલે હારૂં કુટુમ્બ હેમે નહીં પણ કાશીજી છે.'
એવું સાંભળતાં જ પેલાં ત્રણે જણ પાછાં બ્રહ્માનંદ પાસે ગયાં અને કહ્યું કે લક્ષ્મણ તો આ પ્રમાણે કહે છે. પછી બ્રહ્માનંદે લક્ષ્મણને પિતાની આગળ બોલાવી ધમકાવીને કહ્યું: “હે દુષ્ટ ! હે મારી આગળ જુઠી પ્રતિજ્ઞા લીધી, પાપમાં પડે ને હજી પણ આ બિચારાં તારા વૃદ્ધ માતપિતાને દાદ આપતું નથી ! જા, નિકળ મારા આશ્રમમાંથી. હું કાશી આખામાં ખબર આપુ છુ. કે હવે કોઈ ઊભો ન રાખે.” આ પરથી લક્ષ્મણ બહુ બહીધે અને કહ્યું કે –“હમે જેમ આજ્ઞા આપે તેમ કરૂં.” ગુરૂએ હેને પિતાની ઇચ્છાને અનુસરવાને જણાવ્યું. લક્ષ્મણે પિતાના પિતાને પૂછતાં તેણે તે પાછો ગૃહસ્થાશ્રમ સ્વીકારવા તહેને કહ્યું જ હતું. આથી આખરે લમણે પિતા સાથે સ્વગૃહે આવી પોતાની પત્ની સાથે ગહસ્થાશ્રમ માં . હવે બીજી તરફ શું બને છે તે જોઈએ.
એને પાછા આવવાથી અને આવા વિચિત્ર આશ્રમાતરથી ગામમાં ચર્ચા ચાલવા માંડી. જ્ઞાતિજને એને પતિત ગણવા લાગ્યા. એક દિવસ તેઓ સઘળા એકઠા થયા, અને એને સકુટુમ્બ બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો.
કેટલી મુદતે લમણના “ માબાપ ગુજરી ગયાં. ઘરમાં માત્ર લક્ષ્મણ અને હેની પત્ની ઈસ્લમગારૂ રહ્યાં. તેઓ બને જ્ઞાતિબહાર