SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ટીમાર્ગ. જ સપ્રદાયના ઇતિહાસ. પ્રકરણ ૧ લું. > ૭ વલ્લભાચાય ના જન્મ અને ઇતિહાસ. વલ્લભાચાય ના સાંપ્રદાયિક ગ્રંથી જોતાં જણાય છે કે, તૈલંગ દેશના કાંકરવાડ ગામમાં યજ્ઞનારાયણ ભટ્ટ નામે યજુર્વેદી, તૈત્તરીયુ શાખી ભારદ્વાજ ગેાત્રી વેલનાડી જાતને બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણું અગ્નિહોત્રી હતા, અને તેણે સેક્રમયજ્ઞ કરવાને પ્રારભ કર્યા હતા. ઉકત ગ્રંથમાં એક સ્થળે કેવળ અશાસ્ત્રીય, પ્રમાણશુન્ય તેમજ કલ્પિત એવું કથન કરવામાં આવ્યું છે કે, જે એકસેસ સામયજ્ઞ કરે તેને ત્યાં ભગવાન અવતરે. હવે નારાયણ ભટ્ટના સમયથી શરૂ કરવામાં આવેલા સામયજ્ઞ લક્ષ્મણ ભટ્ટના સમયમાં પુરા થયા એટલે ઉપરને હિસાબે તેમને ત્યાં વલ્ભાચાય થયા તે ભગવદવતાર થયા એમ 'ધ બેસાડયા. અહીં આપણે આ લક્ષ્મણભટ્ટ સંબંધી કંઇક જાણવાજોગ રસિક વૃતાંત આગળપર કરવાનું રાખી, ખીછ દૃષ્ટિએ કેટલુક વિચારીશુ કે, સામયજ્ઞ એ તે શુ કંઇ ભગવાન, પરમાત્મા, પેદા કરવાનું, ‘ઉત્પન્ન કરવાનુ યંત્ર છે? જો એકસા સોમયજ્ઞ કરવાથી ભગવાન અવતાર ધારણ કરતા હોય તે રાજા; મહારાજા, અને શ્રીમ ંતા એકસે તેા શુ' પણ તેથીયે અધિક યજ્ઞ કરાવી પાતાને ત્યાં પ્રભુ અવતાર પામે એવુ કરે, અને આવાઓને ત્યાં તે' પેઢી દર પેઢી પ્રભુજ અવતર્યાં કરે. આ કલ્પનાજ કેવળ હાસ્યજનક લાગે છે એટલુંજ નહીં, પણ એથીયે વધુ વિચીત્ર તે એ લાગે છે કે એકથી અનેકજન જા સાસ। યજ્ઞ કરે તેા એક ભગવાન કાને કાને ત્યાં અવતાર ધારણ કરે? શું એક અખંડ ભગવાન તે કટકા કટકા અવતરશે ? ¿
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy