SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. નથી. અને જ્ઞાન પણ પુષ્ટિમાગીય વિકલત્વ” માં બાધક એટલે જ્ઞાનહીનના હસ્તમાં આ રસલીલાનો સિદ્ધાંત અતિ હાની કારક થઈ પડે છે રસને સ્થળે રસાભાસ તરફજ દરે છે, સમ કરતાં સ્થળ તરફ જ દોરે છે. પાછલા આચાર્યો પણ સામાન્ય મનુષ્ય જેવાજ હતા, અને કટુમ્બિક જીવનને અંગે જે કલેશે જોવામાં આવે તે પુષ્કળ હતા. વલ્લભાચાર્યના જળાશયન પછી હેનાં બેઉ છોકરા અને શિષ્યો પાછી ગિરીરાજ પર પોતાને સ્થાનકે ગયા. પંથ વધારવા પ્રયત્ન કરવા લાગ્યા. તેમ પરણવા પૈસે એકઠા કરવા લાગ્યા, અને પરણ્યા, પણ જેમ સામાન્ય રીતે જોવામાં આવે તેમ બેઉ સ્ત્રીઓ વચ્ચે અણબનાવ થવા માંડ્યું, અને બન્નેને છોકરાં થયા. ધીમે ધીમે ટંટ વધતા ગાદિન સ્વામિત્વ માટે લડવા લાગ્યા. ગોપીનાથ મોટા હતા તેથી કબજો હેના હાથમાં હતો. વિઠ્ઠલ નાથજી ગુસાંઈજીના નામે ઓળખાય છે તેણે પાદશાહ આગળ આથી ફરિયાદ કરી. દિલ્લી ખાતે ચાર વરસ સુધી લડતાંયે નિકાલ આવ્યો નહીં. પછી અણચી ગોપીનાથજી રામશરણ થઈ ગયે. આનું કારણ ગમે તે હે પણ એ લોકની લખવાની ઢબથી શંકા પડે છે કે મગમાં કાકડું હતું, આ સંબંધમાં એ લોકના પુસ્તકમાં આ પ્રમાણે છે – ગોપીનાથજી શ્રી જગન્નાથજી યાત્રા કરવા ગયા ત્યાં શ્રી બળભદ્રજીની લાકડાની મૂર્તિ હતી તેમાં ગેપીનાથજી લીન થઈ ગયા.” : એના મરણથી શ્રી ગુસાંઈજીને લડવાની પીડા ટળી અને ગુસાંઈજી તેની ઉત્તર ક્રિયા બધી કરીને અવેરમાં આવ્યા. શ્રીજીના મંદિરને કબજો ગોપીનાથના હસ્તકમાં લેવાથી ગોપીનાથની પત્ની તથા પુરષોત્તમરાય કરીને એક પુત્ર હતો તથા સત્યભામા અને લક્ષ્મી નામની બે પુત્રીઓ હતી તેઓ ત્યાં રહી વહીવટ કરતાં હતાં. ગુંસાઈજી ગિરીરાજ પર આવતાં શ્રીનાથજીના મંદિરમાં જવા લાગ્યા, પણ ગોપીનાથજીના અણુચીત્યા મૃત્યુને લીધે એના પર ક્રોધ હતો તેમજ વહીવટ ગોપીનાથજીના પરિવારના હાથમાં લેવાથી હેનાથી મંદિરમાં જઈ શકાયું નહીં.
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy