SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અસાધારણતા હોય છે. વળી બીજું એવું પણ હોય છે કે સામાન્ય જનસમાજ અજ્ઞાન તેમજ અંધ શ્રદ્ધાળુ હોય છે. આ દુનિયાનું ઠેકાણું હોતું નથી છતાં પરજીવનના જ્ઞાન માટે કોણ જાણે કેમ બહુ ઉત્સુક હોય છે. અને આવા જનારના દૃષ્ટિ પથમાં જેનારની દૃષ્ટિ બહાર તેટલું બધું જાણે કંઈક પરજીવનનું, કંઈક ઈશ્વરી, કંઈક દૈવી એવી માન્યતા રચાય છે. એટલુંજ નહિં પણ કંઈક વખત કેટલાક કેળવાયેલા શિક્ષિત ગણાતા મનુષ્યો પણ આવા હોય છે. તેઓમાં વખતે માનસિક નિર્બલતા હોય છે, વહેમ હેય છે, વખતે દંભ હોય છે, મોટાઈ હોય છે, આડંબર હોય છે. વિવિધ પ્રમાણમાં વિવિધ અંશે વિવિધ મનુષ્યોમાં હોય છે. આમાંનું એક અગર બીજું જુદા જુદા પ્રમાણ માં હોય છે તે પોષાય છે, ને ઘણા ખરા તે અન્ય અન્યના પિષક બને છે. આમ થવાથી એક સામાન્ય સપાટી બને છે. ને સરખાપણું એક પ્રકારે પ્રવર્તે છે. પ્રથમ થોડા હોય છે. પછી ધીમે ધીમે જન્મથી, સસંગથી વ્યવહારમાં સ્વાર્થ અને અન્ય અન્ય ને ખપ હેવાથી સામાન્ય વર્ગ ખુશામદ પ્રિય કે ખુશામદ કરનાર હેવાથી સંખ્યાની વૃદ્ધિ થાય છે. અનેકોની એક સમિતિ, એક સંસ્થા, એક મંડળ, એક સંપ્રદાય એવું બને છે. ધીમે ધીમે સ્થપાય છે, વૃદ્ધિ પામે છે, વળી કોઈ નવીન વિચાર પ્રવર્તક નીકળતાં અસ્ત પામે છે. ધર્મ શું, સત્ય ધર્મ કી, વિશ્વમાં અનાદિ . ચક્રને અનુસરત, શાશ્વત નિયમોને અનુકૂલ એ સમજવું સહેલ નથી. આ વાત અહીંથી આટોપી શ્રી વલ્લભાચાર્યના કહેવાતા ચમત્કારો સંબંધી હવે વિવેચન કરીશું. વિશેષ સુગમ થવાના હેતુથી પ્રશ્નોતરદ્વારા એનો વિચાર કરીશું. પ્રશ્ન –મે તો એમના જીવનનું સાદું વર્ણન કર્યું પણ છેક હરી નારાયણ ભટ્ટના કાળથી હેમણે ચમત્કાર કરવા માંડયા તે સંબધમાં તે શબ્દ સરખે ન કહૈ. ઉત્તર-–અમારૂં વર્ણન યથાર્થ છે. ઉભય પક્ષ અર્થાત શ્રી વલ્લભ સંપ્રદાયિ તેમજ હેમના વિરોધી બન્ને તરફ તટસ્થ વૃત્તિ રાખી થાયોગ્ય લાગ્યું તેટલું જ લખ્યું છે. કારણ સ્વસંપ્રદાયિએ
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy