SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ સુખ અને કલ્યાણ માટે ધર્મ, અર્થ, કામ એ પુરૂષાર્થત્રયના અનુપાલનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. અંતિમ જીવનશ્રેય પ્રાપ્ત થાય છે. એ સર્વ શાસ્ત્રોને ફલાદેશ છે. યજ્ઞદ્વારા પરમાત્માનું પૂજન કરવામાં આવતું. ન માગ વાસ્તનિ વનિ ધાિ પ્રથમચાર છે પ્રથમ ધર્મ એ છે. આર્યોની સમષ્ટિ ભાવના એમાં છે. માનુષી સેવા અને પરમાત્માના પૂજનનો એ એક પ્રકાર છે. કાલાંતરે અનર્થો થતા ગયા. હિંસાને પ્રવેશ થતો ગયો, ને હેના અતિવેગથી આખરે દયા અને ક્ષમાની વૃદ્ધિ થાય એવા મતે ઉદભવ્યા. બુદ્ધ, જૈન વિગેરે ધર્મોનું સ્વરૂપ આવું છે. એમાં પણ ભિન્ન ભિન્ન શાખાઓ હતી અને વાસ્તવિક રીતે આ ધર્મોમાં આજે જે પ્રકારે જીવદયાના સિદ્ધાંત એ ધર્મને નામે પ્રવતેલા જોવામાં આવે છે તેટલે અંશે હતા કે કેમ એ હજી શંકા સંગ્રહ એ પ્રશ્ન છે. કારણ એ ધર્મોના પ્રવતકામાં ક્ષાત્ર તેજ પ્રકાશતું હતું. એ ધર્મો રાજ્યધર્મો પણ હતા. યજ્ઞ યાગાદિથી સ્વર્ગ પ્રાપ્તિ થાય અને હેનો અનર્થ થતાં જ્યારે હિંસાઓ થવા માંડી ત્યારે જીવદયાનો દયાવાદ ઉદભવતાં વેદ કાલના પાછલા ભાગમાં હિંસાદ્વારા ઈશ્વરપ્રાપ્તિની માન્યતામાંને ઇશ્વરજ ઉડી ગયો, એટલે આ સિદ્ધાંતમાં સૃષ્ટિ કર્તા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું નથી. તે પણ આ ધર્મના કઈ કાલમાં તીર્થકર આદિની મૂર્તિપૂજા પ્રચારમાં આવી હતી. આ પછી કેટલેક કાલે શ્રી શંકરાચાર્ય પ્રગટયા અને તેમણે આ ધર્મોનું સંપૂર્ણ ખંડન કરી પ્રાચીન વેદ ધર્માને પુનરૂધ્ધાર કર્યો તે એટલે સુધી કે બુધ્ધ ધર્મએ આર્યાવર્તમાંથી દેશવટે લીધે. બુધ્ધ ધર્મના સમયથીજ પરદેશી રાજયેના આક્રમણ શરૂ થયા હતા તે બ્રાહ્મણ ધર્મની થોડી શાંતિ અને ઉદય પછી પણ આક્રમણ ચાલુ રહયા. દેશમાં કઈ સામ્રજય હેતું. પરદેશી આક્રમણોને લીધે અંતવિવર્તે થતા ગયા. બ્રાહ્મણ ધર્મોની ભાવના એકેશ્વરવાદી નષ્ટ થતી ગઈ અને લેકનાં જીવન મિશ્રીત ભાવવાળાં થતાં ગયાં. બ્રાહ્મણ ધર્મના પરિવર્તનને લીધે તેમ આક્રમણને લીધે આમ અંતર્વિવત થતા ગયા. ફેરફાર સૃષ્ટિનો નિયમ છે. કોઈ
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy