SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યરક્ષક નિમાયા. તે ધાર્મિક બાબતમાં સુધરેલા વિચારો અને ઉત્સાહી હતો, અને ગરીબને બેલી હતી. પરંતુ તે ઉતાવળીઓ, અવિચારી, અને રાજ્યભી હેવાથી પિતાની કારકીર્દિ સફળ કરી શકે નહિ. તેણે ટલેન્ડની કુંવરી મેરીનું લગ્ન એડવર્ડની જોડે કરવાની પેરવી કરવા માંડી. આ ગોઠવણ સીધી રીતે પાર નહિ ઉતરે એમ લાગવાથી તેણે ટલેન્ડ પર ચડાઈ કરી, અને પિન્કાઈની ખુનખાર લડાઈમાં ડેંટ લોકોને સખત હાર ખવડાવી. પરંતુ એથી ધારેલું પરિણામ આવ્યું નહિ; કેમકે મેરીને ફાન્સ મેકલીને તેનું લગ્ન ફ્રાન્સના યુવરાજ જેડે કરવામાં આવ્યું. બંડઃ આખા દેશમાંથી મઠે બંધ કરીને સાધુસંતોને રજા આપવામાં આવી હતી. હવે ગરીબને દુઃખમાં મદદ કરનાર કોઈ ન હતું. મંદવાડમાં માવજત ઉઠાવનાર કોઈ ન રહ્યું, કે બાળકોને ભણાવનાર પણ કોઈ ન રહ્યું. હેનરી ૮માએ હલકી ધાતુના સિક્કા પાડવાનું શરૂ કર્યું હતું, તે સમરસેટે ચાલુ રાખ્યું. એથી ભાવમાં વારંવાર વધઘટ થતાં પ્રજામાં અસંતોષ ફેલાય. અધુરામાં પૂરું દેશમાં ભયંકર રેગ ફાટી નીકળે, એટલે ધાર્મિક, સામાજિક, અને આર્થિક અસંતોષથી દુભાએલા લેકેએ ખુલ્લે બળવો જગાડે. જો કે પરદેશી ભાડુતી લશ્કરની મદદથી બળ બેસાડી દેવામાં આવ્યું, અને લેકેના આગેવાનોને ફાંસીએ ચડાવવામાં આવ્યા, પરંતુ સમરસેટને સૂર્ય અસ્ત પામે. રાજમંડપમાં સડે પેઠે હતો, અને અમીરો તેને ધિક્કારતા હતા. તેણે સ્કોટલેન્ડ અને ફ્રાન્સ જોડે વેર બાંધ્યું, અને ધાર્મિક સુધારા દાખલ કરીને પાદરીઓની ખફગી વહોરી લીધી. રાજ્યમાં દેવું થઈ ગયું, અને ગરીબનાં દુઃખ વધ્યાં; એટલામાં રાજદ્રોહના કારણસર તેણે પોતાના ભાઈને વધ કરાવ્યો. પરિણામે સમરસેટને અણધાર્યો કેદ કરવામાં આવ્યો, અને ફાંસીએ ચડાવવામાં આવ્યો, ઈ. સ. ૧૫પર. હવે સર્વ સત્તા રાજ્યક્ષક અર્લ ઍવું વૈરિકના હાથમાં આવી. તેણે ડયુક એવું નર્ધબેલેન્ડ મામ ધારણ કર્યું. તે કૂર અને સ્વાર્થી હતા. તેને અમલ સમરસેટ કરતાં ખરાબ નીવડયો. - અંતઃ એડવર્ક બુદ્ધિશાળી, ચતુર, અને ભલો હતો. તેની તબીયત મૂળથી નરમ રહેતી, અને પંદર વર્ષને થતાં ક્ષયનાં ચિહ્નો જણાવા લાગ્યાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy