SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વાનું લશ્કર હારી ગયું, અને લેમ્બર્ટ કેદ પકડાયો, ઇ. સ. ૧૪૮૭: છતાં રાજાએ દયા દર્શાવી તેને રસોડાના હલકા ચાકરની જગાએ ગઠવી દીધો. પરંતુ પકિન વૈક નામના વેશધારી પૂર્વે રાજાને જંપવા દીધું નહિ. તે માછીમારો છોકરો હતો, છતાં ઈ. સ. ૧૪૯રમાં તેણે એવી વાત ફેલાવી કે રિચર્ડ ૩જાના સમયમાં ટાવરગઢમાં જે બે રાજકુંવરે મરી ગએલા કહેવાય છે તેમને એક હું છું, એટલે ગાદીનો હક મારે છે. હેનરી આની સાબીતી શી રીતે આપી શકે ? વૈબકને આયર્લેન્ડ, ટલેન્ડ, અને ફલાન્ડર્સ તરફથી મદદ મળી. ટલેન્ડના રાજાએ તે રાજકુટુંબની એક કન્યા આપી તેનું દરબારમાં સ્વાગત કર્યું. બે વર્ષ પછી કોર્નવલમાં આવી તે રિચર્ડ ૪થા તરીકે જાહેર થયે. અહીં કેટલાક લે કે તેની જોડે ભળ્યા, અને તેમણે લંડન ઉપર સવારી કરી. પરંતુ રાજાનું સૈન્ય આવતું જઈ વૈક નાસી ગયો, અને તેના મળતીઆઓ હાર્યા. વૈકને પકડીને ટાવરમાં પૂરવામાં આવ્યું, પરંતુ ઈ. સ. ૧૪૯૮માં તેના પર નાસી જવાને આરોપ મૂકી તેને ફાંસી દેવામાં આવી. હેનરીની આંતર નીતિ હેનરી ગાદીએ આવ્યું ત્યારે અમીર બળવાન હતા. તેઓ હથિયારબંધ માણસો રાખતા, અને તેમને ખાસ પિશાક અને પિતાનું ચિહ્ન આપતા. આ માણસો માલીક માટે યુદ્ધ કરતા, અને ગરીબ માણસ પર જુલમ ગુજારતા. પરંતુ તેમને અટકાવી શકે તેવી પ્રતાપી સત્તા નહતી. અદાલતમાં અમીરે હથિયારબંધ માણસો સાથે જઈ ન્યાયાધીશ કે પંચને ધમકાવી મરજીમાં આવે તે ન્યાય કરાવતા. ત્રીસ વર્ષના વિગ્રહમાં કેટલાંક અમીર કુટુંબનો નાશ થયો હતો, છતાં બાકી રહેલા અમીરને ઠેકાણે આણવાને હેનરીએ નિશ્ચય કર્યો. તેણે કાયદો કર્યો કે, કોઈ પણ અમીરે અમુક સંખ્યા કરતાં વધારે માણસે રાખવાં નહિ, અને તેમને ખાસ પિશાક આપે નહિ. આ ધારાને “પોશાક અને પુષ્ટિને ધારે” કહે છે. તેણે ખાસ અદાલત * સ્થાપી તેમાં પિતાના મંત્રીઓને ન્યાયાધીશ તરીકે નીમ્યા, અને તેમને મોટી સત્તા આપી. સામાન્ય અદાલતે જેમાં માથું મારી 3. * આ અદાલત “Star Chamber Court' ' કહેવાઈ; કેમકે રાજમહેલના જે ખંડમાં અદાલત ભરાતી, તેની છતમાં તારાના ચીતરામણ હતાં.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy