SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - રાકેશી વિલિયમના સમયમાં ધર્મગુરુઓ અને રાજાઓ વચ્ચે કલહને આરંભ થયો. વિલિયમે મંદિરની મિલ્કત લૂંટવા માંડી અને ધર્મ ખાતાની ખાલી જગાઓ પૂરી નહિ, એટલે એસેમ નામના ધર્માધ્યક્ષે એને ઠપકો આ. વિલિયમે તેને દેશનિકાલ કર્યો, પણ હેનરી ૧લાએ તેને માન સહિત પાછો બોલાવ્યો. પરંતુ હેનરીએ ધર્મ ખાતાના જમીનદારે રાજાના તાબેદાર હોવા જોઈએ એવી તકરાર ઉપાડી, ત્યારે એસેમે વિરોધ કર્યો; પણ પાછળથી સમાધાન કરવામાં આવ્યું. હેનરી બીજાના સમયમાં કલેન્ડનના ધારા ઘડવામાં આવ્યા. આમાં બેકેટ નામના કેન્ટરબરીના મુખ્ય ધર્માધ્યક્ષે વાંધો લીધો, અને પાદરીઓને રાજ્યનો કાયદો લાગુ ન પડે એમ કહ્યું. પરિણામે બેકેટનું ખૂન થયું. બેકેટ ભરીને મેટ થઈ ગયે; લેકે તેને પીર "માની તેની કબરની માનતા માનવા લાગ્યા. હેનરીના શત્રુઓએ આ તક સાધી તેની નિંદા કરવા માંડી, અને હેનરીને જાહેરમાં પ્રાયશ્ચિત્ત કરવાં પડયાં. ધર્માલયોને પિતાને તાબે કરવાની તેની આશા અપૂર્ણ રહી ગઈ. હજુ કાળને પરિપાક થયો ન હતો. - સત્તાને મદથી અને ધનવૈભવથી ધર્માલયમાં સડે પઠે. મધ્ય યુગમાં યુદ્ધો અને કલહથી અશાંતિ પ્રવતી, એથી ધર્મપરાયણ જીવન ગાળવાની ઈચ્છાવાળા શ્રદ્ધાળુ માણસો સર્વસ્વ તજી જંગલમાં, કે નદીકિનારા પર આશ્રમ બાંધી પવિત્ર જીવન ગાળતા. ત્યાં તેઓ ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરતા, તપ આચરતા, અને આશ્રમના બાગબગીચામાં કામ કરતા. લેકે આ સાધુઓના જીવનનિર્વાહ માટે દ્રવ્ય અને ખેતરે આપતા. આથી સાધુઓ સમૃદ્ધ થતા ગયા. ધર્મવૃત્તિ સજીવ રહી ત્યાં સુધી આ નાણુને સદુપયોગ થ. આ સાધુઓ ખેતી કરતા, ગામડાના લેકને મદદ કરતા, પ્રવાસીઓને આશ્રય આપતા, ગરીબોને સહાય કરતા, માંદાઓની માવજત કરતા, અને લોકકલ્યાણનાં બીજાં કાર્યો કરતા. તેઓ નાનાં બાળકોને લખતાં વાંચતાં શીખવતા. તે સમયને મઠ આશ્રમ, ધર્મશાળા, પુસ્તકાલય, અને દવાખાનાની ગરજ સારતો. પરંતુ કાળબળે એ પપકારી વૃત્તિ ઘસાઈ ગઈ, અને સાધુઓ અધર્મી, દુરાચરણ, કુછંદી, અને સ્વેચ્છાચારી થવા લાગ્યા. પવિત્રતાના ધામ જેવા મઠોમાં ચોરી, છાકટાઈ, જુગાર, અને વ્યભિચારની બદબે દાખલ થઈ.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy