SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સેકસન કે સેક્સન લેકેએ દેશમાંથી ખ્રિસ્તી ધર્મના અવશેષ નાબુદ કરી નાખ્યા. તેમણે મંદિરે લૂટયાં અને બાળ્યાં, અને ધર્મગુરુઓને વધ કરી નાખે છતાં આયર્લેન્ડ, ઑટલેન્ડ, અને વેલ્સમાં નવો ધર્મ ફેલાતો હતો. બ્રિટનમાં તે પ્રજાને મુખ્ય ભાગ સેકસન લોકોના ધર્મને માનતે હતો, અને આશરે સો વર્ષ સુધી ખ્રિસ્તીઓ ઉપર જુલમ વર્તાવવામાં આવ્યો; છતાં ખ્રિસ્તી ધર્મને છેક ઉચ્છદ થયો ન હતો. એમ કહેવાય છે કે રેમન બજારમાં કેટલાંક અંગ્રેજ બાળકોને વેચાતાં જોઈ ત્યાંના ગ્રેગરી નામના સંતને તેમના પર દયા આવી. તેઓ મૂર્તિપૂજક છે એમ જાણી તેણે એ બાળકોના દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાને નિશ્ચય કર્યો. ગ્રેગરી પપ થયે એટલે તેણે ૬ઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં કેટલાક પાદરીઓ ઇંગ્લેન્ડ મોકલ્યા. તે સમયે ઈંગ્લેન્ડમાં એક રાજ્ય ન હતું. કેન્ટનો ઠાકર ખ્રિસ્તી રાણી પર હતો, એથી ત્યાં આવકાર મળશે એમ ધારી તેઓ ત્યાં ગયા. રાજાએ તેમને સત્કાર કર્યો. તેમના મુખ્ય ધર્મોપદેશકને રાજાએ કેન્ટરબરીને ધર્માધ્યક્ષ બનાવ્યું. જો કે ઇંગ્લેન્ડની રાજધાની લંડન છે, છતાં કેન્ટરબરીને ધર્માધ્યક્ષ આજે પણ મુખ્ય ધર્માધ્યક્ષ ગણાય છે. આ પછી દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો. અલબત, સામાન્ય મનુષ્યો ધર્મની બાબતમાં પરંપરાથી ચાલતા આવેલા સંસ્કારે એકદમ તજી દેતા નથી. વળી લેકે નવો ધર્મ સ્વીકારે ત્યારે તેમાં તેમને કશું નવું લાગતું નથી. ઉલટું ધારેલા લાભ મળતા નથી ત્યારે તેઓ જુનો ધર્મ સ્વીકારે છે, અને નવા ધર્મની નિંદા કરે છે. ઈગ્લેન્ડમાં પણ આમજ બન્યું; બસો વર્ષ સુધી ધર્મની બાબતમાં અનેક ઉથલપાથલ થઈ. પરંતુ ખ્રિસ્તી ધર્મથી દેશને બહુ લાભ થયો. ધર્મની જોડે દેશમાં સુધારો દાખલ થયે. એ જમાનામાં એકલા ધર્મગુરુઓ ભણેલા હતા. તેઓ રોમ અને યુરોપના બીજા દેશમાં વારંવાર જતા આવતા, અને ત્યાંથી નવા " ૧. આ સેકસન દેવ પસ્થી અંગ્રેજી સાત વારનાં નામ પડ્યાં છે. સૂર્યચંદ્ર ઉપરથી sunday અને Monday. ગર્જનાના દેવ Thor પરથી Thursday. અંધકારના દેવ Tew પરથી Tuesday. સૌન્દર્યની દેવી પરથી Friday સદ્ધના દેવModen પરથી Wednesday. ટ્રેષના દેવ soetere પરથી Saturday
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy